Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા પર થયેલ આક્ષેપો પાયા વિહોણા:મેડિકલ રિપોર્ટમાં ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી, ગંભીર ઇજા, બ્લડ કે બર્ન ન થયા હોવાનું આવ્યું સામે

    14 hours ago

    કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સામે FIR દાખલ કરી નોકરી માંથી ડીસમિસ કરવા માંગ કરી હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા સુરેશ વડેચા નામના દર્દીની મુલાકાત કરી હતી એ સમયે યુવાને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમને ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે ડીસીપી દ્વારા ગુદાના ભાગે પેટ્રોલ છાંટી પટ્ટા વડે માર મારી પગ ભાંગી નાખવામાં આવ્યો છે જો કે આ આક્ષેપો પછી તબીબી રિપોર્ટમાં દર્દીના ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી હોવાનું તેમજ ગંભીર ઇજા, બ્લડ કે બર્ન ન થયા હોવાનું સામે છે જેથી IPS જગદીશ બાંગરવા સામે થયેલા આક્ષેપ ખોટા હોવાનું સાબિત થયું છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા IPS જગદીશ બાંગરવા સામે થયેલ આક્ષેપ બાદ તબીબી રિપોર્ટમાં ઘટસ્ફોટ થવા પામ્યો છે. રાજકોટમાં સુરેશ વડેચા નામનો યુવાન હોસ્પીટલમાં દાખલ છે જેને મળવા 27 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પહોંચ્યા હતા આ સમયે આક્ષેપ કરતા સુરેશ વડેચાએ જણાવ્યું હતું કે, ડી.સી.પી. જગદીશ બાંગરવાએ તેમને માર માર્યો છે અને કપડા કાઢી ટીંગાડી તેમના ગુદાના ભાગે પેટ્રોલ નાખેલ છે. આ પછી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સામે FIR દાખલ કરી નોકરી માંથી ડીસમિસ કરવા માંગ કરી હતી. આ પછી દર્દી સુરેશ વડેચાનું સિવિલ હોસ્પિટલમાં જ મેડીકલ ચેકપ કરતા તબીબી રિપોર્ટમાં દર્દીના ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી હોવાનું તેમજ ગંભીર ઇજા, બ્લડ કે બર્ન ન થયા હોવાનું સામે છે. સુરેશ વડેચા તા.23.03.2026ના રોજ દાખલ થયા ત્યારે ડોક્ટરને પોતાની સાથે બનેલ બનાવ અને ઇજા બાબતે જણાવતા ફરજ પરના ડોકટર એ ડીસ્ટ્રી લખી છે જેમાં સુરેશ વડેચાના કહેવાા મુજબ 3-4 લોકો દ્વારા ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં બેલ્ટ અને પાઇપ વડે માર મારેલ છે. હાથ અને પગમાં તથા માથામાં દુઃખાવો, ડાબા કાનમાં દુઃખાવો અને સાંભળવામાં તકલીફ થાય છે તેવુ જણાવ્યું હતું. ત્યારબાદ તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી જો કે આ સમયે ડોક્ટરને પોતાના પ્રાઇવેટ ભાગમાં ગુદ્દાના ભાગે પેટ્રોલ નાખેલની હકીકત જણાવી ન હતી. પરંતુ જીજ્ઞેશ મેવાણી હોસ્પિટલમાં મળવા પહોંચ્યા ત્યારે રજુઆત કરી કે પોતાના પ્રાઇવેટ ભાગમાં એટલે કે ગુદ્દાના ભાગે પેટ્રોલ નાખવામાં આવ્યું છે જેથી સિવિલ હોસ્પિટલના તબીબે તા.28.03.2026ના રોજ સુરેશ વડેચાના પ્રાઇવેટ ભાગમાં તેમજ શરીરની મેડીકલ તપાસ કરતા ગુદાના ભાગે કોઇ પેટ્રોલ નખાયેલ નથી તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    માતાએ બંને દીકરીની સરનેમ બદલી નાખતા પિતાએ ફરિયાદ કરી:ગંભીર આક્ષેપ સાથે કહ્યું- મારી પત્નીએ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સાથેના અનૈતિક સંબંધોના લીધે દૂધસાગર ડેરીમાં બોનસ કૌભાંડ કર્યું હતું'
    Next Article
    'પ્રિન્સિપાલ અને ટીચર મને મારે છે, આત્મહત્યા કરવા જાઉં છું':સુરતમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનાં વિદ્યાર્થીએ ચીઠ્ઠીમાં લખી પોતાની વ્યથા, સિવિલમાં સારવાર માટે લઈ જવાતા ડોક્ટર પાસે દર્દ ઠાલવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment