Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાએ બંને દીકરીની સરનેમ બદલી નાખતા પિતાએ ફરિયાદ કરી:ગંભીર આક્ષેપ સાથે કહ્યું- મારી પત્નીએ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સાથેના અનૈતિક સંબંધોના લીધે દૂધસાગર ડેરીમાં બોનસ કૌભાંડ કર્યું હતું'

    13 hours ago

    માતાએ બંને દીકરીઓની સરનેમ બદલી નાંખતા પિતા કોર્ટમાં જતા વડોદરા કોર્ટના આદેશ બાદ અટલાદરા પોલીસ સ્ટેશનમાં માતા અને વિબ્ગ્યોર સ્કૂલના માલિક રુસ્તમ કેરાવાલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૂળ દિલ્હીના અને હાલ વડોદરામાં રહેતા યુવાને પત્નીના ચારિત્ર્ય અંગે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. યુવકે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી પત્નીએ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની સાથે અનૈતિક આત્મીય સંબંધના લીધે દૂધસાગર ડેરી મહેસાણામાં મોટુ બોનસ કૌભાંડ કર્યું હતું. મૂળ દિલ્હીના અને હાલ વડોદરામાં રહેતા યુવકે ફરિયાદ નોંધાવી મૂળ દિલ્હીના અને હાલ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા રહેતા અભિષેક અશોકકુમાર મિશ્રા (ઉ.વ.44)એ વડોદરા કોર્ટના હુકમ બાદ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન વર્ષ 2011માં વડોદરાની અંકિતા ચૌહાણ સાથે થયા હતા. તેનાથી મારે સંતાનમાં બે દીકરીઓ છે. મારી પત્ની સ્વછંદી રીતે જીવન જીવવા માટે મારી મરજી વિરુદ્ધ બંન્ને પુત્રીઓને પોતાની સાથે મહેસાણા લઈ ગઈ હતી. અભ્યાસ માટે બંન્ને દીકરીઓના મહેસાણાની સ્કુલમાં એડમિશન કરાવ્યું હતું, તે વખતે બંન્ને દીકરીઓના નામ જન્મના દાખલામાં તથા પાસપોર્ટમાં મિશ્રા સરનેમ હતી. મારી પત્ની 2019માં વિપુલ ચૌધરી સાથે રહેવા માટે મહેસાણા આવી ગઈ હતી અભિષેક શર્માએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, 2019માં જ્યારે તેની પત્ની ગુડગાવની દૂધસાગર ડેરીમાં નોકરી કરતી હતી ત્યારે ત્યાંથી વિપુલ ચૌધરી સાથે રહેવા માટે મહેસાણા આવી ગઈ હતી. બંને દીકરીઓને પણ સાથે લાવી હતી. અભ્યાસ માટે બંન્ને દીકરીઓના મહેસાણાની સ્કુલમાં એડમિશન કરાવ્યું હતું, તે વખતે બંન્ને દીકરીઓના નામ જન્મના દાખલામાં તથા પાસપોર્ટમાં મિશ્રા સરનેમ હતી. મારી પત્નીના વિપુલ ચૌધરી સાથે અનૈતિક આત્મીય સંબંધના લીધે દૂધસાગર ડેરી મહેસાણામાં મોટુ બોનસ કોંભાડ કર્યું હતું. કારણ કે, અંકિતા, દૂધસાગર ડેરીના HR ડીપાર્ટમેન્ટમાં હતી. તે માટે અંકિતાને ગુડગાંવથી મહેસાણા બોલાવામાં આવી હતી, જેથી અંકિતા મહેસાણા આવ્યા બાદ દુધસાગર ડેરીનો બોનસ કૌભાંડનો પ્લાન કરી દીધો હતો, જેમાં ગરીબોના પૈસા વિપુલ ચૌધરી અને અંકિતાએ પોતે રાખી લીધા હતા. આ કૌભાંડની જાણ વર્ષ 2019માં મે ગુજરાત સરકારને કરી હતી, જેની કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીંગ છે અને વિપુલ ચૌધરીને પોલીસે જેલમાં પૂર્યા હતા.તે સમયે દૂધસાગર ડેરીએ અંકિતા સામે ખાતાકીય તપાસ કરતા અંકિતા મિશ્રાને દૂધસાગર ડેરીમાંથી કાઢી મૂકી હતી. અંકિતા દૂધસાગર ડેરીમાં HR ડીપાર્મેન્ટમાં હતી અને વિપુલ ચૌધરી માટે યુવાન છોકરીઓ માર્કેટિંગ ડીપાર્ટમેન્ટમાં ભરતી કરતી હતી, જોકે, દૂધસાગર માર્કેટિંગ કરી જ ન શકે કારણ કે એનું માર્કેટિંગ ફક્ત અમૂલ કરે છે. જયારે મે આ બધું ગુજરાત પોલીસને બતાવ્યુ ત્યારબાદ અંકિતાને દૂધસાગર ડેરીમાંથી કાઢી મુકવામાં આવી હતી અને અંકિતા બંન્ને પુત્રીઓને મહેસાણાની ડીવાઇન ચાઇડ સ્કુલમાંથી મને ખબર કર્યા વગર LC કઢાવીને વડોદરાના બીલ ચાર રસ્તા પાસે આવેલી વિબગ્યોર સ્કુલમાં એડમિશન કરાવ્યું હતું અને તે સમયે મારી બંને દીકરીઓની સરનેમ મિશ્રાના બદલે ચૌહાણ લખાવી દીધી હતી. કોર્ટના હુકમ વગર કે ગુજરાત ગેઝેટમાં અરજી કર્યા વગર ગેરકાયદેસર ખોટા કાગળો ઉભા કર્યા હતા અને સરનેમ ખોટી લખાવી દીધી હતી. 'મારી પત્ની પણ નામ અને ઓળખ બદલી દેશ છોડીને ભાગવાની તૈયારીમાં' દુધસાગર ડેરીના આઈટી મેનેજર મયુર ઝાલાની સામે મારા બધા કોમ્પ્યુટર અને ફોન હેક કરવાના ગુનામાં ગુડગાવ પોલીસે FIR નોંધીને ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી.મયુર ઝાલાના જામીન રીજેક્ટ થઇ ગયા છે અને એ દેશ છોડીને ભાગી ગયો છે. અંકિતા પણ નામ અને ઓળખ બદલીને દેશ છોડીને ભાગવાની તૈયારી કરી રહી છે. અંકિતા અને એની મોટી બહેને મળીને આશરે 20થી 25 જેટલા પરિવારને વૈવાહિક વિવાદમાં ફસાવીને અને બંન્ને બહેનોએ ઘણા પરિવારનો નાશ કરીને પૈસા પડાવવાની કવાયત કરી છે. બંન્ને બહેનો સમાજ માટે જબરદસ્ત ઘાતક છે. સ્વછંદી અને ઐયાશ તરીકે રહેવા તેમજ લોકોને ફસાવવા માટે અંકિતા એના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વિગેરે ઉપર જુદા જુદા નામથી માણસોને મોહક અને ભોળવનારા પોતાના ફોટો રાખે છે. વિપુલ ચૌધરી પહેલા પણ પૈસાદાર માણસોને ફસાવ્યા છે. મને વિબગ્યોર સ્કૂલના અધિકારીઓે ખોટી વાતોમાં ફસાવ્યો હતો- અભિષેક મે વિબ્ગ્યોર સ્કૂલના માલિક રુસ્તમ કેરાવાલાને ઘણી વખત કોન્ટેક્ટ કર્યો હતો અને એમને તથા એમના સ્કૂલના મેનેજમેન્ટને કહ્યું હતું કે, વિબ્યોર વડોદરા સ્કૂલના પ્રિન્સીપાલ અને કર્મચારીઓએ મારી બંન્ને દીકરીઓના નામ બદલવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરી ભ્રષ્ટાચાર કર્યો છે. મને વિબગ્યોર વડોદરા સ્કૂલના પ્રિન્સિપાલ મયુરભાઈ અને યશ ભાઈએ મે-2025માં મને ફોન ઉપર પુષ્ટિ આપી હતી કે, વિબ્ગ્યોર સ્કુલ મારી બંન્ને દીકરીઓના નામનો રૅકોર્ડ ઠીક કરીને મને કોપી આપી દેશે. મયુર ભાઈ અને યશ ભાઈએ કહ્યું હતું કે, મારી દીકરીઓની જ્ઞાતિ પણ ઠીક કરીને બ્રાહ્મણ કરી દેશે. વિબગ્યોરના અધિકારીઓ મને સતત ખોટી વાતોમાં ફસાવ્યા હતો. કારણ કે, હું કોર્ટમાં ન જતો રહું. એ બધી વાતો રુસ્તમ કેરાવાલાનાં આદેશોથી જ વિબ્ગ્યોર સ્કૂલના અધિકારીઓ મારી જોડે કરતા હતા. ગુજરાતના શિક્ષણ વિભાગને પણ જાણ કરી હતી અને મને ત્યાંના અધિકારિઓએ જણાવ્યું હતું કે, સ્કૂલ કોઈ બાળકોના નામ બદલી શકે નહી અને જો મારી દીકરીઓ ગુજરાત બોર્ડમાં હોત તો સ્કૂલને તુરંત જ નામ સાચું કરવાનું ડીરેક્શન આપી શકે. મને શિક્ષણ વિભાગમાં ઘણા બધા બીજા માતા પિતા મળ્યા હતા, જેમના બાળકો વિબ્ગ્યોર સ્કૂલમાં ભણતા હતા. વિબ્ગ્યોર સ્કૂલ એમના પાસેથી ચેકથી ફી લે છે, ત્યારબાદ પણ દબાણ આપીને કેસથી વધારાની ફીની માંગણી કરે છે. વિબ્ગ્યોર સ્કુલ, વડોદરા દ્વારા માતા પિતાને સ્કૂલમાંથી બજાર કરતા વધારે ભાવમાં મોંઘી વસ્તુઓ જેમ કે, પુસ્તક, નોટબુક્સ, યુનિફોર્મ વિગેરે ખરીદવા માટે દબાણ કરે છે. જેના લીધે ડીસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસર અને ડીસ્ટ્રીક્ટ ફી રેગ્યુલેટરી કમિટીએ વિબ્ગ્યોર સ્કૂલને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે પણ વિબગ્યોર સ્કૂલ સામે ખૂબ જ ગંભીર ઠપકો આપ્યો હતો. વિબ્ગ્યોર સ્કૂલે દાવો કર્યો હતો કે, તેમણે કોઈ કસ્ટડી ઓર્ડરને કારણે નામ બદલ્યું છે, પરંતુ તેમની જાણકારીમાં છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા કસ્ટડી ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. પત્નીની કંપનીમાં પણ મારી પુત્રીઓની ઓળખ અને નામ બદલી નખાયાનો આક્ષેપ લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના કેટલાક અજાણ્યા કર્મચારીઓએ મારી બંન્ને પુત્રીઓની ઓળખ અને નામ પણ બદલી નાખ્યા છે, જ્યારે તેમના જન્મ પ્રમાણપત્ર અને પાસપોર્ટમાં સાચા નામો છે. આ માટે પણ તપાસની જરૂર છે કે, મારી પુત્રીઓના નામ અને ઓળખ સાથે કયા દસ્તાવેજોમાં છેતરપિંડી કરવામાં આવી છે. મારી પત્નિ અંકિતા હાલમાં મગદલ્લામાં સુરત ખાતે લાર્સન એન્ડ ટુબ્રોની રહેણાંક વસાહત, મગદલ્લામાં રહે છે અને હજીરામાં સુરત ખાતે લાર્સન એન્ડ ટુબ્રોના HR વિભાગમાં કામ કરે છે. મારી પત્નિ અંકિતા અગાઉ વડોદરામાં રહેતી હતી. મારી પત્ની અંકિતા નીચલી અદાલતથી લઈને સુપ્રિમ કોર્ટમાં આવે છે, ત્યારે પુત્રીઓના તથા પોતાનું નામ મિશ્રા કહે છે, પૈસા પડાવવા માટે અંકિતા, અંકિતા મિશ્રા બની જાય છે, નહીં તો તે પોતાનું નામ અંકિતા ચૌહાણ તરીકે વાપરે છે. આમ અંકિતા મિશ્રાએ બદઇરાદાપુર્વક, વિબ્ગ્યોર સ્કુલના રૂસ્તમ કેરાવાલા અને પ્રિન્સીપાલ અને અન્ય કર્મચારીઓ સાથે મળીને દસ્તાવેજો સાથે છેતરપીંડી કરીને ખોટા કાગળો ઉભા કર્યા છે. અંકિતા ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલી છે અને તે દેશ છોડીને ભાગવાની તૈયારી કરે છે. આ મામલે મેં અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    અર્પિત બાલા કોન્સર્ટમાં ચાહક પર થૂંક્યો:પ્રેક્ષકે સ્ટેજ પર બોટલ ફેંકતા સિંગરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો; હોબાળાનો વીડિયો વાયરલ
    Next Article
    રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા પર થયેલ આક્ષેપો પાયા વિહોણા:મેડિકલ રિપોર્ટમાં ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી, ગંભીર ઇજા, બ્લડ કે બર્ન ન થયા હોવાનું આવ્યું સામે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment