Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં બેરોજગારીથી કંટાળી યુવકનો આપઘાત:જીવન ટૂંકાવતા પહેલાં દીકરીની સુરક્ષા માટે દરવાજે ચિઠ્ઠી લગાવી; લાશ 5 દિવસ ઘરમાં રહેતાં ફૂલી ગઈ, ચહેરો અત્યંત ડરામણો

    1 day ago

    ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી પૂનમ રેસિડેન્સીમાં રહેતા 42 વર્ષીય યુવાને શેરબજારની નોકરી છૂટી જતાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. આ આત્મઘાતી પગલું ભરતાં પહેલાં મૃતકે પોતાની માસૂમ પુત્રી અને પરિવારની સુરક્ષાનો ખ્યાલ રાખીને ઘરના મુખ્ય દરવાજાની બહાર એક કાગળની ચેતવણીભરી ચિઠ્ઠી ચોંટાડી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, "દીકરી અંદર ના આવતી, પાણી પીવું નહીં, ઘરમાં ઝેરી દવા છે, માસ્ક પહેરવું." આપઘાત કર્યા બાદ આશરે 5 દિવસ સુધી લાશ ઘરમાં જ પડી રહી હોવાથી તે સંપૂર્ણપણે ફૂલી ગઈ હતી અને ઝેરી ગેસની અસરને કારણે મૃતકનો ચહેરો અત્યંત ડરામણો અને કાળો પડી ગયો હતો. હાલ તો આ મામલે ઇન્ફોસિટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા 5 મહિનાથી બેકાર હોવાથી માનસિક તણાવમાં હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મુંબઈના બોરીવલીના વતની અને હાલ કુડાસણમાં રહેતા પંકજ સુરેન્દ્રભાઈ ભણસાલી ઇન્ફોસિટી ખાતે આવેલી 'એનએક્સી' (NXC) સ્ટોક માર્કેટની ઓફિસમાં નોકરી કરતા હતા. જોકે, છેલ્લા પાંચેક મહિનાથી તેમની નોકરી છૂટી ગઈ હતી અને શેરબજારમાં મોટું દેવું થઈ ગયું હોવાના કારણે તેઓ ભારે માનસિક તણાવ અને આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા. પત્ની અને દીકરી પિયર ગયા હોવાનો લાભ ઉઠાવ્યો ગત 13 મેના રોજ પંકજભાઈની પત્ની પોતાની દીકરીને લઈને પિયર ગયા હતા. પિયર ગયા બાદ 22 મેના રોજ પતિ-પત્ની વચ્ચે ફોન પર છેલ્લી વાર વાતચીત થઈ હતી, જે પછી પંકજભાઈનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. પત્ની દ્વારા વારંવાર સંપર્ક કરવા છતાં કોઈ જવાબ ન મળતાં તેઓને કંઈક અજુગતું થયાની આશંકા ગઈ હતી. આથી, 27 મેને બુધવારે રાત્રે પંકજભાઈની પત્ની તેમના ભાઈ સાથે કુડાસણ સ્થિત ઘરે પહોંચ્યા હતા. મુખ્ય દરવાજે ચોંટાડેલી ચિઠ્ઠી વાંચી પત્ની સ્તબ્ધ થઈ ગઈ જ્યારે પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો, પરંતુ તેની બહાર પંકજભાઈએ લખેલી હૃદયદ્રાવક ચેતવણીની ચિઠ્ઠી ચોંટાડેલી હતી. ઘરમાં પ્રવેશતાં જ પંકજભાઈ ફર્શ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા અને ઝેરી દવાના કારણે તેમનો ચહેરો કાળો પડી ગયો હતો. ઘટનાસ્થળેથી ઘઉંમાં નાખવાની 'સેલફોસ' નામની અત્યંત ઝેરી દવાની પડીકીઓ મળી આવી હતી. પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ આ આપઘાતની ઘટના ગત 22 મેના રોજ જ બની હોવાનું અનુમાન છે. ઇન્ફોસિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનના આપઘાતના આ આત્યંતિક પગલાં પાછળના ચોક્કસ કારણો જાણવા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Six feared dead in UP’s Hamirpur as under-construction bridge collapses, rescue operation underway
    Next Article
    Live: Siddaramaiah, Son Reach Delhi For "Courtesy Meet" With Rahul Gandhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment