Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:કલેક્ટરે સમીક્ષા બેઠકમાં સ્પષ્ટતા કરી, અછતની કોઈ શક્યતા નથી

    1 week ago

    ભરૂચ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ સ્પષ્ટતા કરી હતી. બેઠકમાં ઈંધણ અને ગેસના અવિરત પુરવઠા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે અધિકારીઓને પેટ્રોલ-ડીઝલની અછત ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવા સૂચના આપી હતી. તેમણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સમયસર પુરવઠો પહોંચે તે માટે વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો. ગેસ પુરવઠાની સમીક્ષા દરમિયાન, એલપીજી સિલિન્ડરનો પૂરતો જથ્થો જાળવવા નિર્દેશો અપાયા હતા. નાગરિકોને સુરક્ષિત અને સુવ્યવસ્થિત પુરવઠા માટે પાઈપ નેચરલ ગેસ (PNG) અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હોસ્પિટલો, હોસ્ટેલો અને મધ્યાહન ભોજન કેન્દ્રો જેવા સ્થળોએ PNG કનેક્શન વધારવા પર પણ ભાર મુકાયો હતો. કલેક્ટરે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને ગેસના સ્ટોકનું દૈનિક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા અપીલ કરી હતી. પુરવઠો સંતુલિત રહે તે માટે એક એલપીજી સિલિન્ડર બુક કરાવ્યા બાદ બીજા બુકિંગ વચ્ચે 25 દિવસનો ગાળો રાખવાનો નિર્ણય લેવાયો છે. કાળાબજાર અને અનાવશ્યક સ્ટોકિંગ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ અને ખાતરના જથ્થાની ઉપલબ્ધતા પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, પુરવઠા વિભાગના અધિકારીઓ, ઓઇલ કંપનીઓ અને ગેસ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભારત આવી રહેલા 2 LPG ટેન્કરોએ હોર્મુઝ પાર કર્યું:94 હજાર મેટ્રિક ટન ગેસ લઈને આ અઠવાડિયે પહોંચશે; ઈરાન યુદ્ધ પર પાકિસ્તાનમાં બેઠક સમાપ્ત
    Next Article
    ખાગેશ્રીમાં 108 ટીમે એમ્બ્યુલન્સમાં કરાવી જોખમી પ્રસૂતિ:શ્રમિક મહિલાએ જુડવા દીકરીઓને જન્મ આપ્યો, માતા-બાળકીઓ સ્વસ્થ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment