Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત આવી રહેલા 2 LPG ટેન્કરોએ હોર્મુઝ પાર કર્યું:94 હજાર મેટ્રિક ટન ગેસ લઈને આ અઠવાડિયે પહોંચશે; ઈરાન યુદ્ધ પર પાકિસ્તાનમાં બેઠક સમાપ્ત

    1 week ago

    ભારત આવી રહેલા બે LPG ટેન્કરોએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી લીધો છે. આ જહાજો પર 94 હજાર મેટ્રિક ટન LPG ભરેલું છે. BW TYR અને BW ELM નામના આ જહાજોને ભારતીય નૌકાદળ સુરક્ષા આપી રહ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, આ બંને ટેન્કરો આ અઠવાડિયે મુંબઈ પહોંચી શકે છે. આ પહેલા 4 ભારતીય ધ્વજવાળા LPG ટેન્કરો પણ આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને પાર કરી ચૂક્યા છે, જ્યારે અન્ય 3 હજુ પશ્ચિમી ભાગમાં છે. સરકારે જણાવ્યું કે કુલ 18 ભારતીય જહાજો અને 485 ભારતીય નાવિકો હજુ પણ આ ક્ષેત્રમાં હાજર છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો LPG આયાતકાર છે. દેશની લગભગ 60% જરૂરિયાત આયાતથી પૂરી થાય છે, જેમાંથી 90% મધ્ય પૂર્વમાંથી આવે છે. આ દરમિયાન ઈરાન યુદ્ધને લઈને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ઈજિપ્ત, સાઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. દિવસભર ચાલેલી આ બેઠકમાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ઘટાડવા અને પ્રાદેશિક પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવી. ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે MI vs KKR:શાર્દૂલે પહેલી જ ઓવરમાં ફિન એલનને પેવેલિયન ભેગો કર્યો; સૂર્યકુમાર યાદવ પ્લેઇંગ-11ની બહાર
    Next Article
    ભરૂચમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:કલેક્ટરે સમીક્ષા બેઠકમાં સ્પષ્ટતા કરી, અછતની કોઈ શક્યતા નથી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment