Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આ મોંઘા શિક્ષણ, ટ્રાફિક અને દારુ-ડ્રગ્સથી હવે તો થાક્યા':સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વોર, જાહેર દિવાલો પર સૂત્રોચ્ચાર અને કમળ પર લાલ ચોકડી સાથેના પોસ્ટર

    12 hours ago

    ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ અત્યારથી જ સંભળાવા લાગ્યા છે. ખાસ કરીને સુરત શહેરમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. રવિવારે વહેલી સવારે સુરતના ડિંડોલી અને કતારગામ દરવાજા જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટરો જોવા મળતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ પોસ્ટરોમાં જનતાને સ્પર્શતા પાયાના મુદ્દાઓને હથિયાર બનાવી શાસક પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. સો.મીડિયામાં આ પોસ્ટર વાયરલ થતા તંત્રમાં દોડધામ સુરતના જે વિસ્તારોમાં આ પોસ્ટરો લાગ્યા છે તેમાં ડિંડોલી અને કતારગામ મુખ્ય છે. આ વિસ્તારોના મુખ્ય રસ્તાઓ, ટ્રાફિક સર્કલ, બ્રિજના પીલર અને જાહેર દિવાલો પર રાતોરાત અજાણ્યા લોકો દ્વારા પોસ્ટરો ચોંટાડી દેવામાં આવ્યા છે. સવારે જ્યારે લોકો નોકરી-ધંધા માટે નીકળ્યા ત્યારે આ પોસ્ટરો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં પણ આ પોસ્ટરોના ફોટા અને વીડિયો વાયરલ થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. "આ મોંઘવારીથી હવે તો થાક્યા" આ પોસ્ટરોમાં કોઈ એક વ્યક્તિ કે પક્ષનું નામ લેવાને બદલે સીધા જ પ્રતીકાત્મક હુમલા કરવામાં આવ્યા છે. પોસ્ટરમાં મુખ્યત્વે પાંચ મુદ્દાઓને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. સામાન્ય માણસના ખિસ્સા પર પડતા મારને વાચા આપતા લખાયું છે કે, "આ મોંઘવારીથી હવે તો થાક્યા". ખાનગી શાળાઓની વધતી ફી અને મોંઘા શિક્ષણ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારને મુદ્દો બનાવવામાં આવ્યો છે. ડ્રગ્સ, ટ્રાફિક અંગે પણ સૂત્રોચ્ચાર સાથેના પોસ્ટર સુરતની વિકટ સમસ્યા બની ગયેલા ટ્રાફિક જામને કારણે લોકોની હાલાકીનો ઉલ્લેખ છે. શહેરમાં ચર્ચાઈ રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણ પર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે. પોસ્ટરના અંતે લખવામાં આવ્યું છે કે, "આ મોંઘવારીથી હવે તો થાક્યા, આ મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા, આ ભ્રષ્ટાચારથી હવે તો થાક્યા, આ ટ્રાફિક જામથી હવે તો થાક્યા." આ વાક્યો સીધી રીતે જનતાની વેદના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કમળ પર ક્રોસનું નિશાન આ સમગ્ર વિવાદમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે, પોસ્ટરમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રતીક 'કમળ' પર લાલ રંગથી ક્રોસ (X) નું નિશાન મારવામાં આવ્યું છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે આગામી ચૂંટણીમાં ભાજપને નકારવાની અપીલ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ રાજકીય પક્ષ કે સંગઠને આ પોસ્ટરો લગાવવાની જવાબદારી સ્વીકારી નથી. કતારગામ અને ઉધના વિસ્તારની અંદર જોવા મળ્યા પોસ્ટર સ્થાનિક કલ્પેશ ટાંકે જણાવ્યું હતું કે, સુરત શહેરની અંદર, સવારે હું રીંગરોડ ગયો મારા કામથી, મારા કામથી ઉધના ગયો, મારા કામથી કતારગામ વિસ્તારની અંદર મેં ઘણી જગ્યાએ આ પોસ્ટર જોયા છે અને ઘણી જગ્યાએ આ પોસ્ટરની સાથે આ સુરતની જનતાની સચ્ચાઈ દેખાઈ રહી છે. ઘણા લોકો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે, અત્યારે તમે હાલમાં જોઈ રહ્યા છો કે લોકો ગેસના બાટલાની લાઇનમાં ઉભા રહી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોની અંદર, આ 30 વર્ષના શાસનની અંદર ઘણા લોકો કોઈ ગેસની લાઈનમાં છે, કોઈ નોટબંધીની લાઈનમાં છે, કોઈ પેટ્રોલની લાઈનમાં છે એટલે આ દેશની જનતાને એક જાગૃત થવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં હિંસા:રસ્તા પરથી પસાર થવાના વિવાદમાં ટોળાનો હુમલો ; બે યુવકો ગંભીર, ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયા; પોલીસ તપાસ શરૂ
    Next Article
    ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં ગુજરાત ટીમને બે મેડલ:4x100 મીટર મેડલે રિલેમાં બ્રોન્ઝ, ફ્રી સ્ટાઇલમાં સિલ્વર જીત્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment