Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં હિંસા:રસ્તા પરથી પસાર થવાના વિવાદમાં ટોળાનો હુમલો ; બે યુવકો ગંભીર, ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયા; પોલીસ તપાસ શરૂ

    13 hours ago

    યાત્રાધામ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં ગઈકાલની સાંજ લોહીયાળ બની હતી. માત્ર પસાર થવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આક્ષેપ છે કે, ઉશ્કેરાયેલા શખ્સોના ટોળાએ અચાનક જ બે યુવકો પર છરી અને લાકડાના ધોકા જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. ત્રણ યુવકો પર હુમલો, બે મિત્રો ગંભીર રીતે ઘાયલ આ હિંસક હુમલામાં કુલ ત્રણ યુવકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાખોરોની ચુંગાલમાંથી એક યુવક કોઈ રીતે જીવ બચાવી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, પરંતુ અન્ય બે કમનસીબ મિત્રો હુમલાખોરોનો શિકાર બન્યા હતા. તીક્ષ્ણ હથિયારોના પ્રહારને કારણે બંને યુવકો સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. તબિયત લથડતા ખંભાળિયા રિફર ઘટના બાદ તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્તોને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી અને તબિયત વધુ નાજુક જણાતા ફરજ પરના તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપી વધુ ગહન સારવાર માટે જામ ખંભાળિયાની હોસ્પિટલમાં રીફર કર્યા છે. પાંચથી છ શખ્સો સામે આક્ષેપ: પોલીસે ભોગ બનનારના નિવેદન નોંધ્યા ઈજાગ્રસ્ત યુવકોના જણાવ્યા અનુસાર, ૫ થી ૬ લોકોના સશસ્ત્ર ટોળાએ પૂર્વ આયોજિત કાવતરું હોય તેમ હુમલો કર્યો હતો. લોહીલુહાણ બનેલી આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હરકતમાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચીને પોલીસે ભોગ બનનાર યુવકોના નિવેદન નોંધી ગુનાહિત કાવતરાની કડીઓ મેળવવાની તજવીજ શરૂ કરી છે. હુમલાખોરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ હાલ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ છે અને પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ફરાર હુમલાખોરોની ઓળખ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવા માટે વિવિધ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સ્થાનિકોને શાંતિ જાળવવા અપીલ કરી કડક કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં 89 બાળકીઓને HPV રસી અપાઈ:આરોગ્યમ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેયોન દ્વારા રાહતદરે કેમ્પ
    Next Article
    'આ મોંઘા શિક્ષણ, ટ્રાફિક અને દારુ-ડ્રગ્સથી હવે તો થાક્યા':સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વોર, જાહેર દિવાલો પર સૂત્રોચ્ચાર અને કમળ પર લાલ ચોકડી સાથેના પોસ્ટર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment