Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં 89 બાળકીઓને HPV રસી અપાઈ:આરોગ્યમ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેયોન દ્વારા રાહતદરે કેમ્પ

    15 hours ago

    વેરાવળ ખાતે 29 માર્ચ 2026ના રોજ રાહત દરે HPV રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય જાગૃતિ અને મહિલા સુરક્ષાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં 89 બાળકીઓને HPV વેક્સિન આપવામાં આવી હતી. આ કાર્યક્રમ પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટિ હોલ ખાતે યોજાયો હતો. આ કેમ્પનું આયોજન આરોગ્યમ ચેરીટેબલ ટ્રસ્ટ, વેરાવળ દ્વારા કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેયોન અને જન સેવા ટ્રસ્ટ દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત આરોગ્યમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. જયેશ વઘાસિયાના સ્વાગત પ્રવચનથી થઈ. તેમણે સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી. ઇન્ડિયન રેયોનના યુનિટ હેડ અને જન સેવા ટ્રસ્ટના ચેરમેન શ્રી શશાંક પરીકે યુવતીઓના આરોગ્ય માટે HPV રસીકરણના મહત્વ પર ભાર મૂક્યો. ડૉ. નિમિષાબેન માખણસાએ HPV વેક્સિનેશનના ફાયદા અને જરૂરી તકેદારીઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. આદિત્ય બિરલા હોસ્પિટલના ડૉ. રાજુભાઈ ક્રિષ્નાની અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા 9 થી 26 વર્ષની કુલ 89 બાળકીઓને સફળતાપૂર્વક HPV વેક્સિન આપવામાં આવી. આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેયોન કંપનીના પ્રતિનિધિઓ, જન સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ક્રિષ્ના ગનેરીવાલ, ગોવર્ધન ગુપ્તાજી, શ્રદ્ધાબેન મહેતા અને CSR ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્યમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી-સેક્રેટરી કલ્પેશભાઈ શાહ અને ટ્રસ્ટી ઉદયભાઈ શાહ સહિત સંસ્થાના સભ્યોએ પણ આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ભીડિયા વિસ્તારથી ચંદ્રિકાબેન સિકોતરીયાએ મોટી સંખ્યામાં બાળકીઓને રસીકરણ માટે પ્રોત્સાહિત કરી કેમ્પ સ્થળે લાવી હતી. ઉપરાંત, તાતીવેલા સરકારી શાળાના અધિકારીઓના પ્રોત્સાહનથી 15 બાળકીઓએ કેમ્પનો લાભ લીધો. કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ ઉનડકટ દ્વારા સુચારૂ રીતે કરવામાં આવ્યું. આરોગ્યમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સહયોગી સંસ્થાઓના આ પ્રયાસો યુવતીઓના સ્વાસ્થ્ય સુરક્ષા અને આરોગ્ય જાગૃતિ માટે એક પ્રેરણાદાયક પહેલ સાબિત થયા છે.
    Click here to Read More
    Previous Article
    SEBIના બોગસ સર્ટીફિકેટ બતાવી ઠગાઈ:ફાર્મા કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ યુવકે શેર બજારમાં રોકાણ કરી 20 ટકા રિટર્નની લાલચમાં 22 લાખ ગુમાવ્યા
    Next Article
    દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં હિંસા:રસ્તા પરથી પસાર થવાના વિવાદમાં ટોળાનો હુમલો ; બે યુવકો ગંભીર, ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયા; પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment