Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SEBIના બોગસ સર્ટીફિકેટ બતાવી ઠગાઈ:ફાર્મા કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ યુવકે શેર બજારમાં રોકાણ કરી 20 ટકા રિટર્નની લાલચમાં 22 લાખ ગુમાવ્યા

    14 hours ago

    અમદાવાદ શહેરના વેજલપુરમાં રહેતા 35 વર્ષીય યુવકને વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરીને શેરબજારની ટીપ અને રોકાણ બાદ ઊંચા નફાની લાલચ આપી ઠગે 22 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ગઠિયાઓએ SEBIના બોગસ સર્ટીફિકેટ બતાવી વ્હોટ્સએપ ગ્રુપ અને ફેક ટ્રેડિંગ એપ્લિકેશનમાં રોકાણ કરી લખો પડાવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકના વ્હોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો વેજલપુરમાં રહેતો 35 વર્ષીય યુવક ખાનગી ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. ફેબ્રુઆરીમાં યુવકના વ્હોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં F5 Indian Stock Market Investore Discussion Groupમાં એડ થવાની લિંક હતી. આ ગ્રુપમાં એડ થયા બાદ એડમિન દ્વારા શેરબજારમાં ટિપ્સ આપીને રોકાણ કરવાનું કહેવામાં આવતું હતું. ગ્રુપમાં એક બ્રોકરનો નંબર આપવામાં આવ્યો હતો, જેના પર યુવકે મેસેજ કરીને એપ્લિકેશન અને વેબસાઈટની લિંક મેળવી હતી. વિશ્વાસ જીતવા માટે ગઠિયાઓએ SEBI અને U.S. Securities and Exchange Commissionના સિક્કાવાળા નકલી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ્સ પણ મોકલ્યા હતા. ટેક્સ ભરવાનું કહીને યુવક પાસે વધુ 30 લાખ માગતા છેતરપિંડીનો અહેસાસ થયો એપ્લિકેશનમાં લોગિન કર્યા બાદ યુવકેને શરૂઆતમાં 10થી 20 ટકા જેટલો પ્રોફિટ દેખાડવામાં આવતો હતો. જે બાદ યુવકે અલગ-અલગ બેંક ખાતાઓ દ્વારા કુલ 22 લાખનું રોકાણ કર્યું હતું. જે બાદ યુવકના ખાતામાં 2.49 કરોડનો નફો બતાવતો હતો અને તે રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે ટેક્સ ભરવાનું કહીને વધુ 30,74,861 માગ્યા હતા. જેથી યુવકને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. યુવકે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતીઓ આનંદો, ટૂંક સમયમાં મેટ્રો દોડશે, VIDEO:આજથી ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિ.મી. પર દોડી મેટ્રો
    Next Article
    વેરાવળમાં 89 બાળકીઓને HPV રસી અપાઈ:આરોગ્યમ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેયોન દ્વારા રાહતદરે કેમ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment