Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના ગુંદલાવમાં ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાયો:ધારાસભ્ય ભરત પટેલની હાજરી, મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા

    14 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 132મા એપિસોડનું આજે રાજ્યભરમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વલસાડ જિલ્લાના ગુંદલાવ ગામે ધારાસભ્ય ભરત પટેલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા. વલસાડ તાલુકાના ગુંદલાવ ગામે સરપંચ નીતિનભાઈ પટેલના નિવાસસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામજનો અને કાર્યકરો સાથે બેસીને વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના પ્રમુખ, વિવિધ ગામોના સરપંચો, પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો હાજર રહ્યા હતા. અંદાજે 6 થી 7 બૂથના કાર્યકરો અને ગ્રામજનોએ એકસાથે મળીને વડાપ્રધાનનો સંદેશ સાંભળ્યો હતો. કાર્યક્રમ બાદ ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું હતું કે, "આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' દ્વારા દેશની વિવિધ પ્રવૃત્તિઓ અને ખાસ કરીને યુદ્ધ ચાલતી જેવી બાબતો પર માર્ગદર્શન આપ્યું છે. દેશના વિકાસ અને જનજાગૃતિ માટે આ કાર્યક્રમ ખૂબ જ મહત્વનો સાબિત થઈ રહ્યો છે."
    Click here to Read More
    Previous Article
    ‘અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે’:રાજકોટથી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હસ્તે 57 એરપોર્ટની સુવિધાઓનું લોકાર્પણ; યાત્રીઓને રૂ.10માં ચા, 20માં સમોસા મળી રહેશે
    Next Article
    યંગ જાયન્ટ્સ બોટાદે રખડતી ગાયોને ઘાસચારો આપ્યો:ઉનાળાની ગરમીમાં 800 કિલો લીલો ઘાસચારો વિતરણ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment