Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીના મોડાસામાં સંસ્કૃત ગૌરવ યાત્રા:800થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાયા

    1 day ago

    અરવલ્લીના મોડાસા ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે "સંસ્કૃત ગૌરવ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોડાસાની વિવિધ સંસ્થાઓ, શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો સહિત ૮૦૦થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ ગૌરવ યાત્રાનું પ્રસ્થાન મેઘરજ રોડ સ્થિત ઉમિયામાતાજી મંદિરથી થયું હતું અને તે સી.જી. બુટાલા હાઈસ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડૉ. એ. કે. પ્રજાપતિ, જિલ્લા પંચાયત અરવલ્લી શિક્ષણ સમિતિના ચેરમેન નીલાબેન મડિયા, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. ઉષાબેન ગામીત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી પરિવાર મોડાસા, ઉમિયા મંદિર, સર્વોદય હાઈસ્કૂલ, ન્યુ લીપ હાઈસ્કૂલ, સત્યમ હાઈસ્કૂલ અને અન્ય સંસ્થાઓએ પણ સક્રિય ભાગીદારી નોંધાવી હતી. રેલીના પ્રસ્થાન સમયે ઉમિયા મંદિરના મહંત વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીજીએ સંસ્કૃત ભાષાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વૈદિક ભાષા એ ભારતીય ભાષા છે અને સંસ્કૃત ભાષા સંસ્કાર ભાષા છે, જેનું આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન છે. તેમણે સંસ્કૃત ભાષાને ભારતનું આભૂષણ ગણાવી હતી. યાત્રા દરમિયાન અને ગંતવ્ય સ્થાને પહોંચ્યા બાદ તમામ સહભાગીઓ સંસ્કૃત ગરબામાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે શિક્ષણ નિરીક્ષક દશરથ નિનામા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ યાત્રાનો મુખ્ય હેતુ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ યુવા પેઢીને સંસ્કૃત સાથે જોડવાનો હતો, જે સફળતાપૂર્વક સિદ્ધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ડુંગળીના ભાવમાં રોકેટગતિએ વધારો, હજી વધુ મોંઘી થશે:બે મહિના સુધી માર સહન કરવો પડી શકે, લોકોએ કહ્યું-ખાંડ પછી હવે ડુંગળી રડાવી રહી છે
    Next Article
    બનાસકાંઠામાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અટવાતા ABVPની કલેક્ટરને રજૂઆત:શિષ્યવૃત્તિની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં આવેદનપત્ર અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment