Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે’:રાજકોટથી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હસ્તે 57 એરપોર્ટની સુવિધાઓનું લોકાર્પણ; યાત્રીઓને રૂ.10માં ચા, 20માં સમોસા મળી રહેશે

    13 hours ago

    આજે 29 માર્ચના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક સાથે દેશના 57 એરપોર્ટ પર અલગ-અલગ સુવિધાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ સાથે રાજકોટનાં ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું છે. સવારે ભાવનગર ખાતે ઈન્ડિગોની નવી મુંબઈની ફલાઈટને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ તેઓ રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. ઉડાન યાત્રી કાફે ખુલવાથી હવે એરપોર્ટ પર મુસાફરોને રૂ.10માં ચા અને રૂ.20માં કોફી મળી રહેશે. આ દરમિયાન રામમોહન નાયડુએ મહત્વના મુદ્દાઓને લઈ કહ્યું કે, રાજકોટમાં વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ, એર કાર્ગો ટર્મિનલ શરૂ થશે. દેશમાં 100 નવા એરપોર્ટ, 200 હેલિપેડ બનશે. યુદ્ધ વચ્ચે ગલ્ફ દેશોમાંથી 5 લાખ લોકોને ભારત પરત લાવ્યા છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે. ‘57 એરપોર્ટ પર વિવિધ સુવિધાઓનું લોકાર્પણ’ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યુ હતુ કે, રાજકોટ સહિત દેશના 57 એરપોર્ટ ઉપર અલગ-અલગ નાગરિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશમાં 11 એરપોર્ટ પર ઉડાન કાફે, 8 જગ્યાએ DG યાત્રા, 50 જગ્યાએ વાઈફાઇ ફેસેલિટિ, 11 અવસર આઉટલેટ, 10 કિડઝ પ્લે ઝોન, 16 ફ્લાયબ્રેરિઝ અને 8 ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કનું પણ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું છે. ‘10 વર્ષમાં નવા 100 એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવાશે’ વધુમાં ઉમેર્યું કે, રાજકોટમાં શરૂ થયેલા ઉડાન કાફેથી રૂ.10માં ચા, રૂ.20માં કોફી અને સમોસા મળશે. કેન્દ્ર સરકાર દ્વારા એવિએશન વિભાગ માટે રૂ.29000 કરોડની મંજૂરી મળી ચૂકી છે. આગામી 10 વર્ષમાં 100 નવા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે અને 200 હેલિપેડ બનાવવામાં આવશે, જે નોર્થ ઈસ્ટમાં બનશે. ‘યુદ્ધની સ્થિતિ વચ્ચે 5 લાખ લોકોને ભારત પરત લવાયા’ આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગલ્ફ યુદ્ધને લીધે સિવિલ એવિએશનને અસર પહોંચી છે. ભારતમાં ઘણા લોકો ગલ્ફ દેશમાં રહે છે અથવા ત્યાંથી કનેક્ટેડ દેશમાં રહે છે. એર સ્પેસ બંધ થઈ તેની અસર જોવા મળી હતી. અમે અન્ય દેશમાંથી હવાઈ રૂટ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોને ઓપરેશન મારફત ગલ્ફ દેશોમાંથી ભારત પરત લાવ્યા છીએ. ‘અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે’ જ્યારે અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશને લઈ મહત્વનું નિવેદન સામે આવ્યુ છે. વિમાન દુર્ઘટનાને લીધે 9 મહિના જેવો સમય થઈ ગયો છે. સમગ્ર દુર્ઘટનામાં યોગ્ય રીતે તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં દુર્ઘટનાનો રિપોર્ટ આવશે. ‘જુના ટર્મિનલ ઉપર કાર્ગો ટર્મિનલનું નિર્માણ કરાશે’ આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થાય તે માટેની લાંબા સમયથી ડિમાન્ડ છે. ઈમિગ્રેશનની પ્રક્રિયામાં ધ્યાન આપીને વહેલી તકે અહીં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તે માટેના પ્રયાસો છે. આ સાથે જ અહીં જુના ટર્મિનલ ઉપર કાર્ગો ટર્મિનલનું નિર્માણ કરવામાં આવશે. આ દરમિયાન રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા માટે ડિમાન્ડ મુકી હતી. જ્યારે લોકસભા સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ કાર્ગો સર્વિસની ડિમાન્ડ મૂકી હતી. સાંસદ સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યાં આ કાર્યક્રમમાં રાજકોટ લોકસભા સાંસદ પુરુષોત્તમ રૂપાલા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તેમજ વાંકાનેરના ધારાસભ્ય જિતેન્દ્ર સોમાણી ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ કેન્દ્રીય મંત્રી એરપોર્ટ ટર્મિનલની મુલાકાત કરી સમીક્ષા કરશે. કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ સાથે સિવિલ એવિએશનના સેક્રેટરી સમીરકુમાર સિન્હા અને એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન વિપિનકુમાર પણ રાજકોટ આવી પહોંચ્યા હતા. ઉડાન યાત્રી કેફે મેનૂ ચા રૂ.10 પાણીની બોટલ રૂ.10 કોફી રૂ.20 સ્વીટ ઓફ ધ ડે (1 નંગ) રૂ.20 સમોસા (1 નંગ) રૂ.20
    Click here to Read More
    Previous Article
    સુરતીઓ આનંદો, ટૂંક સમયમાં મેટ્રો દોડશે:આજથી ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિ.મી. પર દોડી મેટ્રો
    Next Article
    વલસાડના ગુંદલાવમાં ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાયો:ધારાસભ્ય ભરત પટેલની હાજરી, મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment