Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રુક્મણી વિવાહ વરઘોડા પહેલા દ્વારકામાં તંત્રનું કડક નિરીક્ષણ:સ્વાગત માર્ગો, ટ્રાફિક, સ્વચ્છતા અને સુરક્ષાની સમીક્ષા કરાઈ

    15 hours ago

    યાત્રાધામ દ્વારકામાં 31 માર્ચે યોજાનારા રુક્મણી વિવાહ વરઘોડા પહેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. અધિકારીઓએ સ્વાગત માર્ગો પર કડક નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, નાયબ પોલીસ અધિકારી સાગર રાઠોડ અને ચીફ ઓફિસર અશ્વિનભાઈ ગઢવી સહિતના અધિકારીઓ મેદાનમાં ઉતર્યા હતા. તેમણે સ્વાગત માર્ગો, ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. પરંપરા મુજબ માધવપુરથી આવનારા રુક્મણી વિવાહ ઉત્સવને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા સ્વાગત માર્ગો પર નિરીક્ષણ ઉપરાંત શહેરના આગેવાનો દ્વારા પણ સ્વાગતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય આયોજનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પણ જોડાવાના હોવાનું જાણવા મળે છે. હરેક કૃષ્ણ ભક્તોને આ ભવ્ય ઉત્સવમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ હૉસ્પિટલમાં દાખલ:ખતરનાક ઇન્ફેક્શનના લીધે 14 દિવસમાં સબા આઝાદનું 4 કિલો વજન ઘટ્યું, એક્ટ્રેસે પીડા વ્યક્ત કરી
    Next Article
    સોશિયલ મીડિયામાં હથિયાર પ્રદર્શન:સુરેન્દ્રનગર SOGએ એક શખ્સને ઝડપ્યો, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment