Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થ્રેસરમાં ચુંદડી ફસાતા મહિલાનું મોત:મોરબીના ઘુટુ ગામે ખેતરમાં કામ કરતી વખતે અકસ્માત

    2 days ago

    મોરબી તાલુકાના ઘુટુ ગામે ખેતરમાં ચણા કાઢતી વખતે એક શ્રમિક મહિલાનું થ્રેસર મશીનમાં ચુંદડી ફસાઈ જતાં કરુણ મૃત્યુ થયું છે. આ દુર્ઘટનામાં મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. મૃતક મહિલાની ઓળખ પાર્વતીબેન ડામોર (ઉંમર 32) તરીકે થઈ છે. તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને હાલ ઘુટુ ગામે રહી ખેતમજૂરી કરતા હતા. પાર્વતીબેન મુકેશભાઈ ડામોરના પત્ની હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ખેતરમાં કામગીરી દરમિયાન પાર્વતીબેનના માથામાં બાંધેલી ચુંદડી અચાનક થ્રેસર મશીનમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે. આધેડનું લોહીની ઉલ્ટી થયા બાદ મોત મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ લોટસ એપાર્ટમેન્ટ ખાતે રહેતા હરેશભાઈ અમરશીભાઈ મોરડીયા (54) નામના આધેડને કેન્સરની બીમારી હતી અને તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેઓને લોહી ઉલટી થઈ હતી તેથી તેને સારવાર ખાતે લઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે
    Click here to Read More
    Previous Article
    પાટણથી મોદી સમાજનો પગપાળા સંઘ બહુચરાજી રવાના:યાત્રામાં 7 શણગારેલા બળદગાડા, 2 બેન્ડ અને ઊંટલારી જોડાઈ; પરંપરા જીવંત થઈ ઊઠી
    Next Article
    ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં ચાલુ કારમાં ભીષણ આગ:કાર સંપૂર્ણ બળીને ખાખ, ચાલકનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment