Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણથી મોદી સમાજનો પગપાળા સંઘ બહુચરાજી રવાના:યાત્રામાં 7 શણગારેલા બળદગાડા, 2 બેન્ડ અને ઊંટલારી જોડાઈ; પરંપરા જીવંત થઈ ઊઠી

    11 hours ago

    પાટણ શહેરમાં વસતા મોઢ મોદી જ્ઞાતિ સમાજનો પરંપરાગત પગપાળા સંઘ ચૈત્રી નવરાત્રી નિમિત્તે યાત્રાધામ બહુચરાજી જવા રવાના થયો છે. આ યાત્રા વડવાઓની વર્ષો જૂની પ્રણાલીને આજે પણ જીવંત રાખે છે. ચૈત્રી નવરાત્રીમાં જપ, તપ, સાધના અને અનુષ્ઠાન સહિત મૈયાની બાધા-માનતાનું વિશેષ મહત્વ હોય છે. મોદી સમાજ દ્વારા પ્રથમ દીકરા-દીકરીની બાધા-માનતા પૂર્ણ કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી ચૈત્રી અગિયારસના દિવસે પાટણથી બહુચરાજી સંઘ પ્રસ્થાન કરે છે. આ વર્ષે રવિવારે મલ્હાર ગ્રીન બંગ્લોઝ, રાણીની વાવ રોડ ખાતેથી સંઘનું પ્રસ્થાન થયું હતું. તે પહેલાં વહેલી સવારે સિદ્ધિ સરોવર ખાતે પરંપરાગત રીતે ચીલો પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. યજમાન સંઘવી તારામતીબેન બંસીલાલ મોદી પરિવાર દ્વારા મૈયાની ધજા-પતાકાની પૂજા કર્યા બાદ વાજતે-ગાજતે શોભાયાત્રા શહેરના માર્ગો પર નીકળી હતી. આ શોભાયાત્રામાં 7 શણગારેલા બળદગાડા, 2 બેન્ડ અને એક ઊંટલારી જોડાઈ હતી. શ્રદ્ધાળુ ભક્તોએ ઠેર ઠેર સંઘના વધામણા કર્યા હતા, જ્યારે સમાજની મહિલાઓએ મૈયાના ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. આ ચૈત્રી સંઘ પાટણના કાલિકા મંદિર, રતનપોળ, સાલવીવાડા, કટકીયાવાડા, ત્રણ દરવાજા, હિંગળાચાચર, જુના ગંજબજાર, નાગરવાડા, બુકડી વિજળ કુવા, ટાંકવાડા રોડ, પાંચપાડા, બુકડી ચોક, નીલમ સિનેમા ચોક, રસાણીયા વાડા, પિંડારીયાવાડા, બાબુના બંગલો, ચાચારીયા, લોટેશ્વર મહાદેવ, રાજકાવાડા, કાલિબીજાર શ્રી બાળા બહુચર મંદિર અને સિદ્ધિ સરોવર ખાતેથી પસાર થઈ ચુંવાળ પંથકમાં બિરાજમાન બહુચરના ધામ ખાતે જવા પ્રસ્થાન થશે સંઘના તમામ દિવસો દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન મુજબ, 30 માર્ચ, 2026ના રોજ શિવ મહિમા પાઠ અને કૃષ્ણ ભજન, જ્યારે 31 માર્ચ, 2026ના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન છે. બહુચરાજી મુકામે આવેલા મોદી ભવન ખાતે 1 એપ્રિલ, 2026ના રોજ હવન, ધ્વજા પૂજન અને રાત્રે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ 2 એપ્રિલ, 2026ના રોજ શંખલપુર ખાતે ધ્વજારોહણ અને 3 એપ્રિલ, 2026ના રોજ બહુચરાજી મુખ્ય મંદિરે ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે. સંઘવી તારામતી બંસીલાલ અમૂલ પરિવાર દ્વારા સમગ્ર યાત્રા દરમિયાન અને પૂનમ સુધી તમામ જ્ઞાતિજનો માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર મહોત્સવનું સમાપન 4 એપ્રિલ, 2026ના રોજ પાટણ સિદ્ધિ સરોવર ખાતે હવન અને પાદશાહ વિધિ સાથે થશે.
    Click here to Read More
    Previous Article
    સુરતીઓ આનંદો, ટૂંક સમયમાં ચાલશે મેટ્રો:આજથી ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિ.મી.ના વાયડક્ટનું કાર્ય પૂર્ણ
    Next Article
    થ્રેસરમાં ચુંદડી ફસાતા મહિલાનું મોત:મોરબીના ઘુટુ ગામે ખેતરમાં કામ કરતી વખતે અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment