Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાંખર-પડાણા રોડ પરથી ગેરકાયદે ખનિજ વહન કરતા ૩ ડમ્પર ઝડપાયા:85 લાખનો મુદ્દામાલ જપ્ત, ખાણ ખનિજ વિભાગે કાર્યવાહી કરી

    8 hours ago

    જામનગર જિલ્લામાં ગેરકાયદે ખનિજ ચોરી અને ઓવરલોડ વહન સામે ભૂસ્તરશાસ્ત્રી વિભાગે કાર્યવાહી કરી છે. ભૂસ્તરશાસ્ત્રીની સૂચના મુજબ, વિભાગની ટીમે ઝાંખર પાટિયાથી પડાણા રોડ પર અચાનક તપાસ કરી. આ તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા 3 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા. આ કાર્યવાહીમાં આશરે ૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ-ખનિજ વિભાગની ટીમમાં નિખીલભાઈ અને નૈતિકભાઈએ વાહન ચેકિંગ કર્યું હતું. તપાસ કરતા સામે આવ્યું કે, એક ડમ્પર કોઈપણ આધાર-પુરાવા કે પાસ-પરમિટ વગર બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનિજ લઈ જતું હતું.જ્યારે અન્ય બે ડમ્પર રોયલ્ટી પાસની નિર્ધારિત ક્ષમતા કરતા વધુ ખનિજ વહન કરતા પકડાયા હતા. ટીમે ત્રણેય વાહનો અને ખનિજ સહિત કુલ આશરે 85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા તમામ ડમ્પરો રાજશ્રી સ્ટોન ક્રશર ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જામનગર ખનિજ વિભાગે વાહનચાલકો અને માલિકો વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સેવાનો સંકલ્પ અને દારૂની મહેફિલ!:કોંગ્રેસના નેતા પર ભાજપ સાથે સેટિંગનો આરોપ; RTOના કર્મચારીએ ઈન્ફ્લૂએન્સર પર હુમલો કર્યો, જુઓ VIDEO
    Next Article
    ગણદેવી પોલીસે શાકભાજીની આડમાં લઈ જવાતો દારૂ ઝડપ્યો:ખારેલ હાઇવે પરથી 10.51 લાખનો વિદેશી દારૂ અને 1632 બોટલો સાથે ડ્રાઈવર પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment