Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવી પોલીસે શાકભાજીની આડમાં લઈ જવાતો દારૂ ઝડપ્યો:ખારેલ હાઇવે પરથી 10.51 લાખનો વિદેશી દારૂ અને 1632 બોટલો સાથે ડ્રાઈવર પકડાયો

    8 hours ago

    નવસારીની ગણદેવી પોલીસે શાકભાજીના કેરેટની આડમાં લઈ જવાતો 10.51 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ખારેલ હાઇવે પરથી પિક-અપ વાનમાંથી આ જથ્થો મળ્યો. પોલીસને બાતમી મળી હતી કે વલસાડથી એક સફેદ પિક-અપ વાનમાં શાકભાજીના કેરેટની આડમાં દારૂ સુરત લઈ જવાઈ રહ્યો છે. આ માહિતી પરથી ગણદેવી પોલીસે ખારેલ ઓવરબ્રીજ પાસે નેશનલ હાઈવે-48 પર નાકાબંધી કરી. શંકાસ્પદ વાનને રોકી તપાસ કરતા, શાકભાજીના કેરેટ નીચેથી 1632 દારૂની બોટલો મળી. પોલીસે દારૂ, 7 લાખની પિક-અપ વાન, 5000 રૂપિયાનો મોબાઈલ અને તાડપત્રી સહિત કુલ 10,51,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે ડ્રાઈવર આનંદ ઉમાશંકર પાંડેની ધરપકડ કરી. પૂછપરછમાં દારૂ મંગાવનાર પારૂલબેન વિનોદભાઈ વાઘેલા અને અન્ય શખ્સો વોન્ટેડ છે. ગણદેવી પોલીસે ગુનો નોંધી પીએસઆઈ કે.આર. નાયકા વધુ તપાસ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઝાંખર-પડાણા રોડ પરથી ગેરકાયદે ખનિજ વહન કરતા ૩ ડમ્પર ઝડપાયા:85 લાખનો મુદ્દામાલ જપ્ત, ખાણ ખનિજ વિભાગે કાર્યવાહી કરી
    Next Article
    અમરેલીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સફાઈ અભિયાન ચલાવ્યું:પાણી દરવાજા ગઢની રાંગ પાસે મંત્રી અને સાંસદ પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment