Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સફાઈ અભિયાન ચલાવ્યું:પાણી દરવાજા ગઢની રાંગ પાસે મંત્રી અને સાંસદ પણ જોડાયા

    8 hours ago

    અમરેલી શહેરમાં આજે વહેલી સવારે સ્વચ્છતા અભિયાન ચલાવાયું. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પાણી દરવાજા ગઢની રાંગ પાસે આ કાર્યક્રમ યોજાયો. આ અભિયાનમાં ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને પ્રભારી અભયસિંહ ચૌહાણ સહિત અનેક ભાજપ આગેવાનો જોડાયા. સૌએ સફાઈ કરી 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'નો સંદેશ આપ્યો. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અમરેલી જિલ્લામાં કુલ ચાર કાર્યક્રમ યોજાશે. સ્વચ્છતા અભિયાન પછી તેઓ કુંકાવાવમાં સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે. બગસરામાં કાર્યકર્તાઓ સાથે બેઠક અને ટિફિન બેઠક યોજાશે. ત્યારબાદ અમરેલીમાં વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સંવાદ કરશે. વિશ્વકર્માએ ગત મોડી રાતથી અમરેલીમાં રાત્રી રોકાણ કર્યું. જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચતા જ પાંચ ધારાસભ્યો અને સાંસદ સહિતના આગેવાનો તેમને આવકારવા પહોંચ્યા. સૂત્રો અનુસાર, આ મુલાકાત ચૂંટણીલક્ષી હોઈ શકે છે અને તેઓ દરેક વિધાનસભાની સ્થિતિ અંગે માહિતી મેળવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ગણદેવી પોલીસે શાકભાજીની આડમાં લઈ જવાતો દારૂ ઝડપ્યો:ખારેલ હાઇવે પરથી 10.51 લાખનો વિદેશી દારૂ અને 1632 બોટલો સાથે ડ્રાઈવર પકડાયો
    Next Article
    કલેક્ટરે મુળીના ઉમરડા ગામની મુલાકાત લીધી:પંચાયતના દફતર તપાસ્યા, ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment