Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં ચાલુ કારમાં ભીષણ આગ:કાર સંપૂર્ણ બળીને ખાખ, ચાલકનો આબાદ બચાવ

    2 days ago

    ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં એક ચાલુ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં જોતજોતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કાર ચાલકની સમયસૂચકતાને કારણે તેમનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના ગોધરા શહેરના વ્યસ્ત ભુરાવાવ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બની હતી. કારમાં અચાનક શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ અજાણ્યા કારણોસર ધુમાડા નીકળવા લાગ્યા હતા. કાર ચાલક કંઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગણતરીની મિનિટોમાં જ આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા જ કાર ચાલકે તુરંત કારમાંથી બહાર નીકળી જઈ પોતાની જાન બચાવી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા, ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    થ્રેસરમાં ચુંદડી ફસાતા મહિલાનું મોત:મોરબીના ઘુટુ ગામે ખેતરમાં કામ કરતી વખતે અકસ્માત
    Next Article
    Hariyanan Chain Snatching | સોનીપતમાં કચરો વાળતી મહિલા સાથે બની ચેઈન સ્નેચિંગની ઘટના | Chain Snatch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment