Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે પ્રેમિકા સાથે મળી પત્નીને પીજીએ જઈને મારી:પીડિતાની મિત્રએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતા બન્ને ધમકી આપી ફરાર

    14 hours ago

    શહેરના પંચવટી વિસ્તારમાં પતિથી અલગ થઈને રહેતી પત્નીને પતિ અને પતિની પ્રેમિકાએ ભેગા મળીને માર માર્યો હતો. એટલું જ નહીં બંનેએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પત્નીએ પતિ અને પ્રેમિકા વિરુદ્ધ ગુજરાતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિને અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાથી પત્ની અલગ રહે છે આંબાવાડીમાં પીજીમાં રહેતા પ્રિયંકા પરીખે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રિયંકા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પ્રિયંકાના લગ્ન 2011માં વિશાલ પરીખ સાથે થયા હતા. બંનેને બે બાળક પણ છે જે હાલમાં વિશાલ અને તેના પરિવાર સાથે રહે છે. વિશાલને છેલ્લા 12 વર્ષથી વેજલપુરમાં રહેતી કિંજલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. પ્રિયંકા છેલ્લા ઘણા સમયથી પતિ વિશાલથી અલગ રહે છે અને બંનેનો છૂટાછેડાનો કેસ પણ ચાલુ છે. પોલીસને ફોન કરતા બન્ને ધમકી આપી ફરાર 28 માર્ચના રોજ પ્રિયંકા તેના મિત્ર સાથે આંબાવાડીના પીજી ખાતે હતી, ત્યારે વિશાલ અને કિંજલ પીજી પર ગયા હતા. વિશાલે પ્રિયંકાને કહ્યું હતું કે, તું કેમ મારા ઘરે આવતી નથી. વિશાલે પ્રિયંકા સાથે ઝઘડો કરીને ઉશ્કેરાઈને ગાળો આપી છૂટા હાથની મારામારી કરી હતી. પ્રિયંકાએ બુમાબૂમ કરતા તેની મિત્ર આવી ગઈ અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા વિશાલ અને કિંજલ ત્યાંથી ભાગી ગયા હતા. જતા-જતા વિશાલે ધમકી આપી હતી કે, અમારા બંને વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશું. આ અંગે પ્રિયંકાએ વિશાલ અને કિંજલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સતાધાર ચાર રસ્તા પરનો ઓવરબ્રિજ શરૂ:ઘાટલોડિયા, સોલા, થલતેજ સહિતના એક લાખ વાહનચાલકોને રાહત; CMના હસ્તે રૂ.1098 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
    Next Article
    વ્યાજખોરો સામે રાજકોટ રેન્જ IGની પહેલ:નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટમાં 1 અને 2 એપ્રિલે 'જનસંપર્ક સભા'નું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment