Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતાધાર ચાર રસ્તા પરનો ઓવરબ્રિજ શરૂ:ઘાટલોડિયા, સોલા, થલતેજ સહિતના એક લાખ વાહનચાલકોને રાહત; CMના હસ્તે રૂ.1098 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

    19 hours ago

    રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આજે(29 માર્ચ) અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા AMC અને ઔડાના 1098 કરોડના વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. પશ્ચિમના સૌથી વ્યસ્ત ગણાતા એવા સતાધાર ચાર રસ્તા પર બનાવવામાં આવેલા ફ્લાય ઓવરબ્રિજને આજે લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ બ્રિજ ખુલ્લો મૂકાતા 1 લાખ વાહન ચાલકોને ફાયદો થશે. એસ.જી. હાઈવે, ચાણક્યપુરી અને વસ્ત્રાપુર તરફ જવામાં સરળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદના સતાધાર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ બનશે. આ બ્રિજ ખુલ્લો મુકાતા હવે નાગરિકો એસ.જી. હાઈવે, ચાણક્યપુરી અને વસ્ત્રાપુર તરફ ટ્રાફિકની સમસ્યા વિના અવરજવર કરી શકશે. ઉદ્ઘાટન પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને ભાજપના અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાના સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઘાટલોડિયા, સોલા, થલતેજ અને ચાણક્યપુરીના લોકોને રાહત થશે શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા બ્રિજ બનાવવા આવી રહ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડિયાના સતાધાર ચાર રસ્તા પર બની રહેલા ફ્લાયઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. 29 માર્ચના રોજ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો. સતાધાર ચાર રસ્તા પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 103.63 કરોડ રૂપિયાના ખર્ચે 975 મીટર લાંબો અને 16.5 મીટર પહોળો 4 લેન બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ ફ્લાયઓવર શરૂ થતાં ઘાટલોડિયા, સોલા, થલતેજ અને ચાણક્યપુરી જેવા વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી સરળ બનશે. અંદાજે 1 લાખ વાહનચાલકોને સીધી રાહત મળશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. નારણપુરા, અમરાઈવાડી અને અસારવામાં આવાસનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સવારે 10:30 વાગ્યે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યારબાદ 11 વાગ્યે મેમનગર ખાતે આવેલી એચ.બી કાપડિયા સ્કૂલમાં મન કી બાત કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. સાંજે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે. જેમાં નારણપુરા, અમરાઈવાડી અને અસારવા ખાતે તૈયાર કરવામાં આવેલા આવાસ યોજનાના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ તેમજ ગાંધીનગર લોકસભાના મળીને 700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કાર્યકરો સાથે ભોજન લીધું સતાધાર ચાર રસ્તા પર બનાવવામાં આવેલા ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 132માં મન કી બાત એપિસોડ કાર્યક્રમમાં ઘાટલોડીયા ખાતે થલતેજ વોર્ડમાં મેમનગર એચ.બી કાપડિયા સ્કૂલમાં ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રીએ ભાજપના નેતાઓ, પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સાથે મળીને મન કી બાત એપિસોડ કાર્યક્રમ સાંભળ્યો હતો. મન કી બાત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે થલતેજ વોર્ડના પૂર્વ કોર્પોરેટર હિતેશ બારોટ, પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેસીને ભોજન લીધું હતું. આજે મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ હતો. જે અંતર્ગત મુખ્યમંત્રીએ તમામ કાર્યકર્તાઓ સાથે બેસીને ભોજન લીધું હતું અને કાર્યકર્તાઓ પણ ઘરેથી ટિફિન લાવીને સાથે જમ્યા હતા. પૂરતું પેટ્રોલ મળ્યા પછી લોકોને ખબર પડી કે સરકારની વાત સાચી છે: મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં હાજર કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે જેમ જેમ પાર્ટી મોટી થતી જાય એમ એમ લોકો જોડાતા ગયા છે. અનેક પાર્ટીઓમાંથી લોકો ભાજપમાં જોડાયા છે. આપણે જેવા છીએ એવા લઈએ અને જેવા છીએ એવા બનાવીએ તો જ વટ વૃક્ષ મોટું થતું જાય એમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કેવી રીતે આગળ લઈ જો એનો હર હંમેશ પ્રયાસ કર્યો છે. આજે વિશ્વમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આજે ભારતમાં કોઈના મોઢા ઉપર તણાવ જોવા મળતો નથી. કોઈપણ રાજ્યમાં તકલીફ નથી. પેટ્રોલ ડીઝલની અફવા ફેલાઇ અને પેટ્રોલ ડિઝલ લઇ બે દીવસ લાંબી લાઇનો લાગી હતી. લોકોને પૂરતું પેટ્રોલ મળ્યું અને પછી ખબર પડી કે સરકારની વાત સાચી છે કે કોઈપણ તકલીફ નથી અને અફવા જ સાબિત થઇ હતી. ‘કોઈપણ વ્યક્તિએ અફવામાં આવું જોઈએ નહીં’ અફવા ફેલાવવામાં લોકોને ઘણી મજા આવતી હોય છે. જેથી કોઈપણ વ્યક્તિએ તેમાં દોરાવું જોઈએ નહીં. આપણે કાર્યકર્તા તરીકેની જવાબદારી બને કે કોઈપણ અફવા ફેલાવે નહી. રાજ્ય અને કેન્દ્ર સરકારનું ગુજરાત સહિત સમગ્ર દેશ પર ધ્યાન છે. રાજ્યમા તમામ સ્થિતિ રાબેતા મુજબ બની છે. લોકોને ભરોસો હતો કે આપણે સારુ કર્યુ છે. આજે આપણી પાસે મજબુત નેતૃત્વ છે તેનો લોકોને વિશ્વાસ છે. અમદાવાદ મહાનગર પાલિકાની પાસે આવેલી મેમનગર નગર પાલિકા એક સમય લાઇટ ન હતી. પ્રાથમિક જરૂરિયાત પણ ન્હોતી. આજે 365 દિવસ લાઇટ મળે છે તે વ્યવસ્થા કરનાર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. નર્મદાનું પાણી પણ લોકો સુધી પહોંચ્યું કેમ લાખો લિટર પાણી દરિયામાં વહેતુ હતું જે આજે કચ્છ સુધી પાણી પહોચ્યુ છે.
    Click here to Read More
    Previous Article
    Hardik Pandya’s secret to staying positive lies in his playlist: ‘I have a Ferrari, but I still listen to Hanuman Chalisa in it’
    Next Article
    યુવકે પ્રેમિકા સાથે મળી પત્નીને પીજીએ જઈને મારી:પીડિતાની મિત્રએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતા બન્ને ધમકી આપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment