Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરો સામે રાજકોટ રેન્જ IGની પહેલ:નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટમાં 1 અને 2 એપ્રિલે 'જનસંપર્ક સભા'નું આયોજન

    11 hours ago

    રાજકોટ રેન્જ હેઠળના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પોલીસ તંત્રએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં ગેરકાયદેસર નાણાં ધીરનાર ઇસમો વિરુદ્ધ વિશેષ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને વ્યાજખોરોના ભયમાંથી મુક્ત કરવાનો અને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો છે. વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા અને અન્યાયનો ભોગ બનેલા નાગરિકો આ જનસંપર્ક સભામાં રૂબરૂ હાજર રહી પોતાની ફરિયાદ રજૂ કરી શકશે. આ કાર્યક્રમ 01 અને 02 એપ્રિલ, 2026 ના રોજ સાંજે 4:00 થી 6:00 કલાક દરમિયાન આઈ. જી. ઓફિસ, રાજકોટ વિભાગ, રાજકોટ ખાતે યોજાશે. રાજકોટ રેન્જ પોલીસે સંબંધિત જિલ્લાઓના તમામ પીડિત નાગરિકોને નિર્ભય બનીને આ સભામાં ઉપસ્થિત રહેવા અને વ્યાજખોરો વિરુદ્ધ રજૂઆત કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    યુવકે પ્રેમિકા સાથે મળી પત્નીને પીજીએ જઈને મારી:પીડિતાની મિત્રએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતા બન્ને ધમકી આપી ફરાર
    Next Article
    લોખંડના બેરલમાં લાકડાના વહેરની આડમાં છુપાવેલો દારૂ ઝડપાયો:રાજસ્થાનથી મોરબી જતો રૂ. 6.22 લાખનો જથ્થો જપ્ત, દારૂની હેરાફેરીનાં વધુ એક કિમીયા પર PCBએ પાણી ફેરવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment