Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ખાલક્ષાપીર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ.:રોડ પર ગંદા પાણી, સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન

    16 hours ago

    પાટણ શહેરના ખાલક્ષાપીર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા વિકરાળ બની છે. ખાલક્ષાપીર માર્ગ પર આવેલી ઝીલ સોસાયટી, સાંઈ વિલા અને દેવાંસી સોસાયટી પાસે ગટરના ગંદા પાણી ફુવારાની જેમ રોડ પર રેલાઈ રહ્યા છે. આના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગંદા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાઈ છે. મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ખાલક્ષાપીર રોડ પર આવેલી આ ત્રણ સોસાયટીઓના રહીશોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની યોગ્ય જાળવણીના અભાવે અવારનવાર ગટરો ઉભરાવાની ઘટનાઓ બને છે. સ્થાનિક રહીશો દ્વારા આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિક રહીશ ભરત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગટરના પાણીના નિકાલ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ગંદકી અને દુર્ગંધના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. ગટરના પાણી માર્ગો પર નદીની જેમ વહેતા હોવાથી વાહનચાલકોને પણ અકસ્માતનો ભય રહે છે. પાલિકા તંત્ર આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
    Click here to Read More
    Previous Article
    મન કી બાતનો આજે 132મો એપિસોડ:મિડલ-ઈસ્ટ સંઘર્ષ પર વાત કરી શકે છે, છેલ્લી વખત ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટનો ઉલ્લેખ કર્યો હતો
    Next Article
    ગુજકેટની પરીક્ષા, 8 કલાકમાં જ ત્રણ પેપર:વિદ્યાર્થિનીએ કહ્યું-એક જ દિવસમાં ત્રણ પેપર આપવા મુશ્કેલ થઈ જાય છે, 1.35 લાખ પરીક્ષાર્થીની આકરી કસોટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment