Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મન કી બાતનો આજે 132મો એપિસોડ:મિડલ-ઈસ્ટ સંઘર્ષ પર વાત કરી શકે છે, છેલ્લી વખત ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટનો ઉલ્લેખ કર્યો હતો

    17 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો આજે 132મો એપિસોડ પ્રસારિત થશે. વર્ષ 2026નો પીએમનો આ ત્રીજો એપિસોડ પણ છે. PM આજે મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ અને ઓઈલ-ગેસના મુદ્દા પર વાત કરી શકે છે. આ ઉપરાંત, આગામી આંબેડકર જયંતિ અને વૈશાખી પર પણ ચર્ચા થવાની સંભાવના છે. પીએમ એપ્રિલમાં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ પણ કરી શકે છે. મન કી બાતનો છેલ્લો એપિસોડ 22 ફેબ્રુઆરીએ પ્રસારિત થયો હતો, જેમાં પીએમએ AI સમિટ, અંગદાન અને સાયબર ક્રાઈમ પર વાત કરી હતી. તેમણે નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારા અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા યુવાનોને સલામ કરી હતી. 'મન કી બાત'ના છેલ્લા 5 એપિસોડ... 131મો એપિસોડ: PM મોદીએ કહ્યું કે દિલ્હીમાં ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન, ઘણા દેશના નેતાઓ, ઉદ્યોગ જગતના લીડર્સ, ઇનોવેટર્સ, ટેક કંપનીના દિગ્ગજો એકઠા થયા. AIની મદદથી પ્રાચીન ગ્રંથોને, હસ્તપ્રતોને સંરક્ષિત કરી રહ્યા છે. AI સમિટમાં ભારતની તાકાત દુનિયા સામે આવી. યુવાનોમાં ટેકનોલોજી અને ઇનોવેશનને લઈને ઉત્સાહ વધી રહ્યો છે. 130મો એપિસોડ: આજે ભારતીય સંસ્કૃતિ અને તહેવારોની ઓળખ આખી દુનિયામાં બની રહી છે. વિદેશોમાં પણ ભારતના તહેવારો ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. વિદેશોમાં રહેતા ભારતીયો પોતાની ભાષા અને સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે. 129મો એપિસોડ: પીએમએ કહ્યું- ICMRએ તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવ્યું કે ન્યુમોનિયા અને UTI જેવી બીમારીઓમાં દવાઓ નબળી સાબિત થઈ રહી છે. તેનું કારણ વિચાર્યા વગર દવાઓનું સેવન છે. આજકાલ લોકો એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો વિચારે છે કે એક ગોળી લઈ લો અને બીમારી દૂર થઈ જશે. હું અપીલ કરું છું કે પોતાની મરજીથી દવાઓનું સેવન કરવાનું ટાળો. 128મો એપિસોડ: પીએમએ કહ્યું- ભારતીય રમતો માટે આ મહિનો (નવેમ્બર 2025) શાનદાર રહ્યો. શરૂઆત મહિલા ટીમની ICC મહિલા વર્લ્ડકપ જીતથી થઈ. ભારતને કોમનવેલ્થ રમતોની યજમાનીની પણ જાહેરાત થઈ. ટોક્યોમાં યોજાયેલી ડેફ ઓલિમ્પિક્સમાં ભારતે રેકોર્ડ 20 મેડલ જીત્યા. મહિલા કબડ્ડી ટીમે વર્લ્ડકપ જીતીને ઇતિહાસ રચ્યો, બોક્સિંગ કપમાં પણ 20 મેડલ મેળવ્યા. 127મો એપિસોડ: પ્રધાનમંત્રીના રેડિયો શો મન કી બાતના 127માં એપિસોડમાં પીએમએ છઠ પૂજાની શુભેચ્છાઓ પાઠવી અને લોકોને આ ઉત્સવમાં સામેલ થવા અપીલ કરી. પીએમ મોદીએ મન કી બાતમાં GST બચત ઉત્સવ, સરદાર પટેલની 150મી જયંતિ, રન ફોર યુનિટી જેવા વિષયો પર વાત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ ન ઘરના રહ્યા ન ઘાટના, પોતાના જ દેશમાં ઘેરાયા:ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ 'No Kings Protest', લાખ લોકો રસ્તા પર ઊતર્યા
    Next Article
    પાટણના ખાલક્ષાપીર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ.:રોડ પર ગંદા પાણી, સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment