Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજકેટની પરીક્ષા, 8 કલાકમાં જ ત્રણ પેપર:વિદ્યાર્થિનીએ કહ્યું-એક જ દિવસમાં ત્રણ પેપર આપવા મુશ્કેલ થઈ જાય છે, 1.35 લાખ પરીક્ષાર્થીની આકરી કસોટી

    14 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2026ની પરીક્ષા યોજાઈ છે. ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજકેટ 2026 માટે 36 ઝોનની રચના કરવામાં આવી હતી. જ્યાં 668 પરીક્ષા સ્થળો પર 1.35 લાખ પરીક્ષાર્થીઓ છે. જો કે આ વખતે એક દિવસમાં એટલે કે સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધીમાં ત્રણ પેપર હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ આ પરીક્ષાનું અમદાવાદ શહેરમાં 59 અને ગ્રામ્યમાં 30 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ શહેરમાં 11,754 વિદ્યાર્થીઓ અને ગ્રામ્યમાં 6352 ગુજતેટના પરીક્ષાર્થીઓ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં સૌથી વધુ અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થી છે. શહેરમાં ગુજરાતી મીડીયમમાં 2512, હિન્દી મિડિયમમાં 522 અને અંગ્રેજી મીડિયમમાં 8720 વિદ્યાર્થીઓ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યમાં ગુજરાતી મીડીયમમાં 3097, હિન્દી મીડિયમમાં 109 અને અંગ્રેજી મીડિયમમાં 3146 વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી ન પડે તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં અધિકારીઓ 24 કલાક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને જ્યાં મુશ્કેલી સર્જાશે તો ત્યાં માર્ગદર્શન કરશે. તેમજ પરીક્ષામાં ગેરરીતિ ડામવા માટે તમામ કેન્દ્રો પર ખાસ પગલા પણ લેવામાં આવ્યા છે. દરેક પરીક્ષા સેન્ટર પર CCTV ની દેખરેખ હેઠળ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાઉન્ડ ધ ક્લોક ચાલતો સ્ટેટ કંટ્રોલરૂમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ખાતે પણ રાજ્યકક્ષાનો રાઉન્ડ ધ ક્લોક ચાલતો સ્ટેટ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ સવારે 7 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જ્યાંથી વિદ્યાર્થીઓ વાલીઓને અને શાળાઓને માર્ગદર્શન આપવામાં આવશે. જે માટે ઝોનના ઝોનલ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. તેમજ પરીક્ષાનો ડર દૂર કરવા માટે કાઉન્સિલિંગ કેન્દ્ર પણ શરૂ કરાયું છે. ગરમી હોવાથી પૂરતા પાણીની વ્યવસ્થા અને આરોગ્ય ટીમ પણ તૈનાત રખાઈ છે. ગુજકેટની પરીક્ષા હોવાથી અમદાવાદમાં વહેલી સવારથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર પહોંચી ગયા હતા. પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પરીક્ષા સેન્ટર વિદ્યાર્થીઓને ફુલ આપીને મોઢું મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ‘કોઈપણ પ્રકારનો ડર લાગી રહ્યો નથી’ વિદ્યાર્થી દક્ષ પટેલે જણાવ્યું હતું કે, ગુજકેટની પરીક્ષાની તૈયારી ખૂબ સારી કરી છે. જેથી કોઈપણ પ્રકારનો ડર લાગી રહ્યો નથી. આજની પરીક્ષા માટે આખું વર્ષ મહેનત કરી છે. બાયોલોજીમાં સૌથી વધુ માર્ક્સ કવર થઈ શકે એવો પ્રયાસ કરીશ. એક જ દિવસમાં ત્રણ પેપર પુછાતા હોવાથી થોડુંક અઘરું થઈ જતું હોય છે પરંતુ તૈયારી સારી હોવાથી સરળતાથી લખી શકાય છે. પેપર ગમે તેવું પુછાય તૈયારી સારી છે જેથી કોઈ વાંધો નહીં આવે. વિદ્યાર્થિની દેવાંશી પંચાલે જણાવ્યું હતું કે, દરરોજ ત્રણથી ચાર કલાક તૈયારી કરી છે. પહેલી સવારે ઊઠીને જ વાંચવાનું શરૂ કરી દેતી હતી. ઓનલાઇન લેક્ચર અને જાતે તૈયારી કરી છે. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં સૌથી વધુ તૈયારી કરી છે. ‘દરરોજ 8 થી 9 કલાક તૈયારી કરી છે’ વિદ્યાર્થિની રિદ્ધિએ જણાવ્યું હતું કે, ધોરણ 12 શરૂ થયા ત્યારથી જ ગુજકેટ સહિતની પરીક્ષાની શરૂ દીધી હતી. તેમજ પેરા મેડિકલમાં એડમિશન લેવું હોય તો ગુજકેટની પરીક્ષા ફરજિયાત છે. જેથી આજની પરીક્ષા માટે ખૂબ સારી તૈયારી કરી છે. તૈયારી સારી કરી છે. જેથી આશા છે કે પેપર સારું જશે. દરરોજ 8 થી 9 કલાક તૈયારી કરી છે. એક જ દિવસમાં ત્રણ પેપરની પરીક્ષા આપવી થોડી અઘરી થઈ જતી હોય છે. કારણકે આપણાને એક દિવસમાં એક જ પેપર આપવાની ટેવ હોય છે. પરંતુ એક જ સાથે ત્રણ પેપર ની પરીક્ષા આપવી અઘરી થઈ જતી હોય છે. છે કે મીડીયમ પેપર પૂછાઈ શકે છે. આરોગ્ય વિભાગની ટીમ પણ ખડેપગે રાખી: અમદાવાદ શહેર, DEO અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે અતિ મહત્વની પરીક્ષા યોજાઈ હતી. શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સાથે બેઠક પણ યોજાઈ હતી. પરીક્ષા CCTVની દેખરેખ હેઠળ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમ પણ રાખવામાં આવી છે. કોઈ ગેરરીતિ ન થાય તે માટેની પણ તકેદારી રાખવામાં આવશે. રાજ્યભરમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થી આ વર્ષે ગુજકેટની પરીક્ષામાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓમાં સુરત જિલ્લો રાજ્યભરમાં મોખરે રહ્યો છે. આંકડાકીય વિગતો મુજબ, સુરતમાં અંદાજે 18,000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓને સમાવવા માટે સુરત વહીવટી તંત્ર દ્વારા 101 જેટલી બિલ્ડિંગોમાં કુલ 1001 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ રાજકોટ શહેરમાં પણ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ન્યૂ એરા સ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થિની મકવાણા નિધિએ જણાવ્યું હતું કે તે છેલ્લા 2 વર્ષથી આ પરીક્ષા માટે સખત મહેનત કરી રહી હતી. તેના મતે જે વિદ્યાર્થીઓ JEEની તૈયારી નથી કરતા તેમના માટે આ પરીક્ષા શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેના દ્વારા સારી કોલેજમાં એડમિશન મેળવવાની તકો વધી જાય છે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓએ મહેનત કરીને આ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા જોઈએ જેથી ભવિષ્યમાં સારી કોલેજમાં પ્રવેશ નિશ્ચિત કરી શકાય. ‘આ પરીક્ષાથી એડમિશનમાં ફાયદો થાય છે’ આ જ શાળામાં પરીક્ષા આપવા આવેલ કાકડિયા ભક્તિએ જણાવ્યું હતું કે તે છેલ્લા 1 થી 1.5 વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી અને તેની તૈયારી ખૂબ જ સરસ થઈ છે. આ પરીક્ષાનું મહત્વ સમજાવતા તેણે ઉમેર્યું હતું કે એડમિશન પ્રક્રિયામાં 50% માર્ક્સ આ પરીક્ષાના અને 50% માર્ક્સ બોર્ડના ગણાય છે, જે એડમિશન મેળવવામાં મોટો ફેરફાર લાવી શકે છે. તેણે અન્ય વિદ્યાર્થીઓને પણ આ પરીક્ષા આપવાની સલાહ આપી હતી કારણ કે તેનાથી એડમિશનમાં ઘણો ફાયદો થાય છે. ‘મેં દિવસમાં 12 થી 13 કલાક મહેનત કરી છે, ડોક્ટર બનવું છે’ અન્ય એક વિદ્યાર્થીની પાનસુરિયા અર્પિતાએ પણ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, મેં દિવસમાં 12 થી 13 કલાક મહેનત કરી છે. મારું સપનું એમ.બી.બી.એસ. (MBBS) માં પ્રવેશ મેળવવાનું છે, તેથી આ પરીક્ષા મારા માટે ખૂબ મહત્વની છે. મને આશા છે કે હું 92 થી 93 ટકા જેટલા માર્ક્સ મેળવી શકીશ.
    Click here to Read More
    Previous Article
    પાટણના ખાલક્ષાપીર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ.:રોડ પર ગંદા પાણી, સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન
    Next Article
    મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન:181 ટીમે વૃદ્ધને કાયદાનું ભાન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment