Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગમખ્વાર અકસ્માત સર્જાયો:માઢીયા પાસે રોંગ સાઈડથી આવેલા વાહને અડફેટે લેતા દંપતી ખંડિત થયું

    12 hours ago

    મહુવા તાલુકામાં બેદરકારીપૂર્ણ અને જીવલેણ વાહનચાલનનો એક ગંભીર બનાવ સામે આવ્યો હતો, જે અકસ્માતમાં એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે તેમની પત્નીને ઈજાઓ પહોંચી હતી. જેના લઈ માર્ગ સુરક્ષાના અનેક પ્રશ્નો ઊભા થયા હતા અને સ્થાનિકોમાં રોષની લાગણી પણ વ્યાપી ગઈ હતી. ખાસ કરીને રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે વાહન ચલાવવાના લીધે માઢીયા ગામ નજીક ગંભીર અકસ્માત થયો હતો. મહુવા તાલુકાના કડીયાળી ગામે રહેતા કિરણબેન મયુરભાઈ પંડ્યાએ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ સવારના અંદાજે 8:30 વાગ્યે પોતાના પતિ મયુરભાઈ સાથે તળાજા દવાખાનાના કામે જતા હતા. તે દરમિયાન માઢીયા ગામ નજીક જય ગોપાલ હોટલ પાસે સામેથી એક મોટરસાયકલ નંબર GJ 01 SD 3591 ચાલક દ્વારા રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે બેદરકારીપૂર્વક વાહન હંકારીને આવી સીધી અથડામણ સર્જી હતી. આ અકસ્માતમાં કિરણબેનને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી જ્યારે તેમના પતિ મયુરભાઈને મોઢા, કપાળ અને જમણી આંખ ઉપર ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્મત બાદ આસપાસના રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે મહુવાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મયુરભાઈ મનસુખલાલ પંડ્યાને મૃત જાહેર કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ચનિયાણા ગામે હિંસક જૂથ અથડામણ:ઘોડી લઈને પસાર થવાના મુદ્દે હિંસક અથડામણમાં યુવકને 21 ટાંકા આવ્યા
    Next Article
    PGVCL એક્શન મોડમાં:પાલિતાણા તાલુકા પંચાયત કચેરીનું વીજ જોડાણ કટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment