Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCL એક્શન મોડમાં:પાલિતાણા તાલુકા પંચાયત કચેરીનું વીજ જોડાણ કટ

    10 hours ago

    હિસાબી વર્ષના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCL દ્વારા વીજળીના બાકી બિલની વસુલાતની જોરશોરથી કામગીરી ચાલી રહી છે. પાલીતાણાના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ પાલિતાણા તાલુકા પંચાયત કચેરીના વીજ જોડાણના બિલની બાકી રકમ લાંબા સમયથી ચૂકવાઈ ન હતી. PGVCLના પાલિતાણા ડિવિઝન કચેરી મારફતે અનેકવાર તાકીદ કરવા છતાં રૂ.170419નું વીજળીનું બાકી બિલ નહીં આખરે PGVCLએ ત્રીજી નેત્ર ખોલી પાલિતાણા તાલુકા પંચાયત કચેરીનું વીજ જોડાણ કટ્ટ કરી નાખ્યું છે. પાલિતાણા તાલુકાના 91 ગામોના વિકાસ કામોનો કારોબાર સંભાળતી પાલિતાણા તાલુકા પંચાયત કચેરી પોતાના વહિવટીમાં જ થાપ ખાઈ ગયું છે. જેમાં પાલિતાણા તાલુકા પંચાયત કચેરીના વીજળીના જોડાણ (ગ્રાહક નંબર : 37402059820)ની રકમ સમયસર ભરપાઈ ન કરતા બાકી બિલની રકમ વધવા લાગી હતી. છેલ્લે રૂ.1,70,491 સુધી પહોંચેલા PGVCLના બાકી બિલ ચૂકવવા પાલિતાણા તાલુકા પંચાયત કચેરીના સત્તાધીશોની ઢીલી નીતિથી PGVCLના તંત્રવાહકો પણ મુંઝાયા હતા. પાલિતાણા તાલુકા કક્ષાની સરકારી કચેરીના રૂએ પાલિતાણા તાલુકા પંચાયત કચેરી સામે PGVCLની ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની ડિસક્નેસક્શન ડ્રાઈવમાં પણ કામગીરી કરવામાં આવી ન હતી. જોકે આમ છતાં તાલુકા પંચાયત કચેરી દ્વારા PGVCLના બાકી બિલના નાણાં ચૂકવાયા ન હતું ત્યારે અનેકવાર તાકીદ કર્યા બાદ પણ બાકી બિલ ન ભરતા પાલિતાણા તાલુકા પંચાયત કચેરીનું વીજ જોડાણ કાપી નખાયું છે. અનેકવાર તાકીદ કર્યા બાદ પણ બિલ ભર્યું ન હતું પાલિતાણા તાલુકા પંચાયત કચેરીના વીજળી જોડાણના બાકી બિલના નાણાં ચૂકવવા બાબતે જાણ કરાઇ હતી. અનેકવાર તાકીદ કર્યા બાદ પણ બિલ ભર્યું ન હતું. જેથી આજે પી.જી.વી.સી.એલ.નું રૂ.1.70 લાખનું વીજળીનું બિલ નહીં ચુકવતા જોડાણ કટ્ટ કરી દેવાયું છે.> જે.સી.ગૌસ્વામી, ઇલેક્ટ્રિક એન્જીનિયર, PGVCL પાલિતાણા ડિવિઝન
    Click here to Read More
    Previous Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:માઢીયા પાસે રોંગ સાઈડથી આવેલા વાહને અડફેટે લેતા દંપતી ખંડિત થયું
    Next Article
    Gujarat Breaking News Live | GUJCET Exam | CM Bhupendra Patel | Inauguration | Ahmedabad | Weather

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment