Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરાટ હિન્દુ સંમેલન યોજાયું:સંસ્કૃતિ, આસ્થા અને એકતાને ઉજાગર કરવા માટે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

    15 hours ago

    કાળીયાબીડ વિસ્તારમાં બહેનોની હિન્દુ સંમેલન સમિતિ દ્વારા ભગવતી વસ્તીમાં તા. 24 માર્ચને મંગળવારના રોજ, લેઉવા પટેલ સમાજની વાડી, ઓશીયન પાર્ક ખાતે હિન્દુ સંસ્કૃતિની આસ્થા અને એકતાને ઉજાગર કરવા એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં દિન મણીદાસ પ્રભુજી, વિપુલભાઈ જોશી ઉપસ્થિત રહેલ અને સમાજમાં જરૂરી એવા પંચ પરિવર્તન જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વેદશી જીવનશૈલી અને નાગરિક કર્તવ્યબોધ જેવા વિષય પર ઉદબોધન કરેલ. તેમજ જુદા-જુદા દેવી દેવતાઓની વેશભૂષા તથા નૃત્ય રજુ કરેલ નાના બાળકો તથા કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ. પ્રાપ્ત કરેલ નાગરિકને સન્માનિત કરવામાં આવેલ. આ સંમેલનમાં સાગવાડી,ઓશીયન પાર્ક, જૂની ભગવતી પાર્કમાં વસ્તા હિન્દુ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ. સંમેલનને સફળ બનવવા હિન્દુ સંમેલન સમિતિના અધ્યક્ષ. દિવ્યાબેન દ્વિવેદી, સ્નેહાબેન , જલ્પાબેન પારેખ, હેમાલીબેન, પુનમબેન અપેક્ષાબેન દવે, કપીલાબેન, ચંદ્રિકાબેન ચૌહાણ રીટાબેન ગોહેલ દ્વારા જહેમત ઉઠાવેલ. પંચ પરિવર્તન પર ઉદબોધન કરાયુ પંચ પરિવર્તન જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વેદશી જીવનશૈલી અને નાગરિક કર્તવ્યબોધ જેવા વિષય પર પૂજય દિન મણીદાસ પ્રભુજીએ ઉદબોધન કરેલ. અને વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનારનુ સન્માન કરાયુ.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:GST વધુ ડિજિટલ બનશે, ટાઇમ ટ્રેકિંગથી કરચોરી પર લગામ
    Next Article
    શૈક્ષણિક સિદ્ધિ:ધર્મભાઇ પટેલના એક સાથે 6 સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment