Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતાને અપાયો ત્રાસ:ધોળા દિવસે ઘરમાં ઘુસી પરિણીતા સાથે અડપલા અને મારામારી કરી

    11 hours ago

    ભાવનગર શહેરમાં મહિલા સુરક્ષાને લઈને ચિંતાજનક બનાવ સામે આવ્યો હતો, જેમાં શહેરની એક પરિણીતાના ઘરમાં ઘૂસીને શારીરિક અડપલા તથા મારપીટ કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી. ભાવનગર શહેરમાં રહેતી એક પરિણીતાએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સવારના સમયે તેઓ પોતાના સાસુ સાથે ઘરે હાજર હતા અને તેમના પતિ કામ માટે બહાર ગયા હતા. તે દરમિયાન કુંભારવાડા વિસ્તારમાં રહેતો વિપુલ ગદાભાઈ મકવાણા અચાનક તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને પરિણીતાની સાડીનો છેડો પકડી શારીરિક અડપલા કર્યા હતા. પરિણીતાએ બૂમાબૂમ કરતાં તેમના સાસુ તરત જ ત્યાં દોડી આવ્યા હતા અને તેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી વધુ ઉશ્કેરાયો હતો અને પરિણીતાને તેમજ તેમના સાસુને માર માર્યો હતો. આ બનાવ દરમિયાન ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અગાઉ પણ આ આરોપીને પરિણીતાના પતિએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારે પણ આરોપીએ ઝઘડો કર્યો હતો, આ ઘટનાને પગલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર:વાદળો વચ્ચે તાપમાનનો પારો 37.8 ડિગ્રીએ પહોંચ્યો
    Next Article
    ભાસ્કર વિશેષ:GST વધુ ડિજિટલ બનશે, ટાઇમ ટ્રેકિંગથી કરચોરી પર લગામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment