Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર:વાદળો વચ્ચે તાપમાનનો પારો 37.8 ડિગ્રીએ પહોંચ્યો

    10 hours ago

    ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાનનો પારો વધીને 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા સમગ્ર રાજ્યમાં બપોરના સમયે સૌથી વધુ તાપમાન ભાવનગરમાં નોંધાતા નગરજનો ગરમી અને બફારાથી અકળાઇ ગયા હતા. બપોર બાદ આકાશમાં વાદળો પણ છવાયા હતા. શહેરમાં રાત્રે પણ લઘુત્તમ ઉષ્ણતામાન 2.2 ડિગ્રી વધીને 24.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે તાપમાન ગઇ કાલની તુલનામાં 0.6 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. આથી આખો બપોર નગરજનોએ લગભગ 38 ડિગ્રી તાપમાન અને સાથે 41 ટકા ભેજ હોય અકળાવનારા બફારાનો અનુભવ કર્યો હતો. શહેરમાં 24 કલાક અગા. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 22.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ તે આજે એક જ દિવસમાં 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 24.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. આજે સવારે શહેરમાં પવનની ઝડપ 12 કિલોમીટર હતી તે સાંજના સમયે 10 કિલોમીટર વધીને 22 કિલોમીટર થઇ ગઇ હતી. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 54 ટકા હતુ જે સાંજે પણ 41 ટકા નોંધાયું હતુ. ભાવનગર શહેરમાં આજે બપોર બાદ વાદળો છવાયા હતા જોકે, માવઠાની કોઈ આગાહી ભાવનગર શહેર કે જિલ્લામાં કરવામાં આવી નથી. ઉત્તર ગુજરાત સહિતના 6 જિલ્લાઓમાં આવતીકાલે કમોસમી વરસાદની અને પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેથી ત્યાંના ખેડૂતોમાં ચિંતા પેઠી છે. રાજ્યમાં બપોરનું નોંધાયેલું તાપમાન (સોર્સ : આઈએમડી ગુજરાત) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં વાદળો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાદળછાયા વાતાવરણ વચ્ચે પારો 38 ડિગ્રીથી 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે 31મી સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાતમાં બે દિવસ દરમિયાન માવઠાની આગાહી છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં વાદળો છવાયેલાં રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ભાવનગરમાં આજે બપોર બાદ વાદળો છવાયા હતા.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યુદ્ધ રોકવા પાકિસ્તાનમાં મોટી મીટિંગ, મોદી બોલ્યા-ઘણા દેશોમાં ખાવા-પીવાનું સંકટ, જયેશ રાદડિયાને નવી જવાબદારી સોંપાઇ
    Next Article
    પરિણીતાને અપાયો ત્રાસ:ધોળા દિવસે ઘરમાં ઘુસી પરિણીતા સાથે અડપલા અને મારામારી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment