Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી:રાજકોટની રાષ્ટ્રીય શાળામાં બે સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરાયું, આરોપીઓ સકંજામાં

    10 hours ago

    શહેરના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી રાષ્ટ્રીય શાળાના પરિસરમાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. બે નેપાળી સગીર સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સંદીપ ઉર્ફે લાલાભાઇ પટેલ અને જયેશ મજેઠિયા નામના બે આરોપીઓને સકંજામાં લીધા છે. ફરિયાદ મુજબ, બન્ને સગીર છેલ્લા એક વર્ષથી રાષ્ટ્રીય શાળાના પરિસરમાં આવેલા પાણીના પ્લાન્ટમાં કામ કરતા હતા. આ દરમિયાન તેઓ આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓએ ખાવા-પીવાની લાલચ આપી સગીરોને રૂમમાં લઈ જઈ અવારનવાર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. વિરોધ કરતાં સગીરોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાથી તેઓ લાંબા સમય સુધી ડરના છાયામાં શોષણ સહન કરતા રહ્યા હતા. પોલીસે બન્ને સગીરનો મેડિકલ અને ઓસિફિકેશન ટેસ્ટ કરાવતા તેમની ઉંમર 14થી 17 વર્ષની વચ્ચે હોવાનું બહાર આવ્યું છે. પોક્સો એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરાશે. સ્ટોનકિલરના હુમલામાં બચેલો જયેશ એક સમયે ‘સાક્ષી’, હવે આરોપી જયેશ મજેઠિયાનું નામ 2016ના સ્ટોન કિલર કેસમાં મહત્ત્વના સાક્ષી તરીકે સામે આવ્યું હતું. તે સમયે સ્ટોન કિલરના ખૂની હુમલામાં બચી ગયેલા જયેશે પોલીસને મહત્ત્વની માહિતી આપી હતી, જેના આધારે આરોપી સુધી પહોંચવામાં મદદ મળી હતી, પરંતુ હાલ એ જ વ્યક્તિ બે સગીર સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવા જેવા ગંભીર ગુનામાં સંડોવાયો હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની ઓળખ ભાસ્કર ઈન્સાઈડ ધમકીઓથી ડરાવી ચુપ કરાયા: સગીરો સગીરોએ પોલીસને જણાવ્યું કે, આરોપીઓ વારંવાર “કોઈને કહેશે તો જાનથી મારી નાખીશું” તેવી ધમકીઓ આપતા હતા. આ કારણે તેઓ લાંબા સમય સુધી શોષણ સહન કરતા રહ્યા અને કોઈને જાણ કરી શક્યા નહોતા. વીડિયો પુરાવાથી તપાસમાં મોટો વળાંક આરોપીઓએ શોષણના કૃત્યોના વીડિયો બનાવ્યા હતા, જે હાલ પોલીસને મળી આવ્યા છે. આ વીડિયો તપાસમાં મહત્ત્વનો પુરાવો સાબિત થઈ રહ્યો છે. પોલીસે વીડિયો કબજે કરી ટેક્નિકલ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    એરપોર્ટ પર સમર શેડ્યૂલ અમલી:આજથી ડેઇલી 14 ફ્લાઇટની ઉડાન
    Next Article
    આર.બી.વી.ફાઇનાન્સના પિતા-પુત્રો સામે ગુનો નોંધાયો:ગ્રાહકનું 684 ગ્રામ સોનું લઇ ફાઇનાન્સના સંચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment