Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના 684 સ્ટાફ નર્સને હેડ નર્સ તરીકે પ્રમોશન:'કેમ્પ પદ્ધતિ'થી નર્સિંગ સ્ટાફની બઢતી અને બદલી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય, પસંદગીના સ્થળે નિમણૂક મળતાં ખુશીનો માહોલ

    9 hours ago

    ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રના વહીવટને વધુ આધુનિક, સુદૃઢ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા નર્સિંગ સ્ટાફ માટે સંપૂર્ણ પારદર્શક, ન્યાયસંગત અને ડિજિટલ 'કેમ્પ પદ્ધતિ'થી બઢતી (Promotion) અને બદલી (Transfer) ની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ગુજરાત એવું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં નર્સિંગ કેડર માટે આટલા મોટા પાયે એકસાથે ઓનલાઇન માધ્યમથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય. રાજ્ય સરકારના આ ક્રાંતિકારી અભિગમને સમગ્ર નર્સિંગ આલમે સહર્ષ બિરદાવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ ડિજિટલ કેમ્પના માધ્યમથી નીચે મુજબના ઓર્ડર ઓનલાઇન જારી કરવામાં આવ્યા છે: સુરત નવી સિવિલ હોસ્પિટલની તમામ ખાલી જગ્યાઓ ભરાઈ આ સામૂહિક પ્રક્રિયાના પરિણામે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી નવી સિવિલ હોસ્પિટલ, સુરતને મોટો ફાયદો થયો છે. હોસ્પિટલમાં એકસાથે 67 હેડ નર્સની જગ્યાઓ ભરાઈ ગઈ છે, જેના કારણે હોસ્પિટલના વોર્ડ મેનેજમેન્ટ, વહીવટી કામગીરી અને દર્દીઓની સારસંભાળની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે. નવનિયુક્ત 67 હેડ નર્સ પૈકી 43 સ્થાનિક (સુરત સિવિલના જ સ્ટાફ) અને 24 અન્ય જિલ્લાઓમાંથી બઢતી મેળવીને સુરત ખાતે ફરજ પર જોડાયા છે. આ સફળતા બદલ સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર અને નર્સિંગ સ્ટાફે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. વગ કે ભલામણ વગર મનપસંદ સ્થળ મળ્યું: TNAI 'ધ ટ્રેઇન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા' (TNAI) ગુજરાતના જનરલ સેક્રેટરી ઇકબાલ કડીવાલાએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, "કોઈપણ પ્રકારના રાજકીય વગ, લાગવગ કે ભલામણ વિના, સંપૂર્ણ પારદર્શિતા સાથે અને કોઈને પણ અન્યાય ન થાય તે રીતે નર્સિંગ સ્ટાફને મેરિટના આધારે તેમની પસંદગીનું સ્થળ મળ્યું છે. દેશના ઇતિહાસમાં નર્સિંગ ક્ષેત્રે આ પ્રથમ ઘટના છે. આ ઉપરાંત, સરકારે છેલ્લા 3 મહિનામાં નર્સિંગ સ્ટાફના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉચ્ચતર પગાર ધોરણના અનેક પેન્ડિંગ કેસો પણ મંજૂર કરીને કર્મચારી હિત માટેની વહીવટી તત્પરતા સાબિત કરી છે." હોસ્પિટલ મેનેજમેન્ટ અને દર્દી સેવા વધુ સુદૃઢ બનશે આ પ્રસંગે ડૉ. પારુલબેન વડગામાએ જણાવ્યું હતું કે, એકસાથે આટલા મોટા પાયે પ્રમોશન અને પોસ્ટિંગ થવાથી હોસ્પિટલના વોર્ડનું સંચાલન વધુ અસરકારક બનશે અને દર્દીઓને વધુ ગુણવત્તાસભર તથા સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, થોડા સમય અગાઉ જ GPSC દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ના આશરે 70 નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની સીધી નિમણૂક પણ કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના દુરંદેશી વિઝન હેઠળ હોસ્પિટલોમાં પ્રશિક્ષિત માનવબળ (Trained Manpower) ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ પ્રશંસનીય પગલું છે. અંતમાં તેમણે ઉપસ્થિત સ્ટાફને તબીબી સેવાની સાથે-સાથે હોસ્પિટલ કેમ્પસમાં સ્વચ્છતા જાળવવાનો પણ મજબૂત સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ, માંગરોળમાં 20 ઈંચ વરસાદ:છેલ્લા બે કલાકમાં 8 ઈંચ સાથે ધમાકેદાર બેટિંગ, માળિયા હાટીનાનો ભાખરવડ ડેમ ઓવરફ્લો; વઘઈ અને અંબિકામાં 14-14 ઈંચ
    Next Article
    ભાજપે સંગઠનમાં નવા હોદ્દેદારોની કરી નિમણૂક:જામનગર, રાજકોટ, મોરબી અને અમરેલીમાં જવાબદારીઓ સોંપાઈ, શહેર અને જિલ્લા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment