Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપે સંગઠનમાં નવા હોદ્દેદારોની કરી નિમણૂક:જામનગર, રાજકોટ, મોરબી અને અમરેલીમાં જવાબદારીઓ સોંપાઈ, શહેર અને જિલ્લા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ

    8 hours ago

    ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠનનું માળખું વધુ મજબૂત અને વેગવંતું બનાવવા માટે ચાર મહત્વના જિલ્લા અને શહેરોમાં નવા હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પક્ષના શીર્ષ નેતૃત્વ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ જામનગર શહેર, રાજકોટ, મોરબી અને અમરેલી જિલ્લા માટે આ નામોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જિલ્લા અને શહેર વાઇઝ નવનિયુક્ત હોદ્દેદારોની યાદી વિવિધ જિલ્લાઓમાં સંગઠનની કમાન સોંપવામાં આવી હોય એવા આગેવાનોની વિગત નીચે મુજબ છે. જામનગર શહેર રાજકોટ જિલ્લો મોરબી જિલ્લો અમરેલી જિલ્લો (વિવિધ મોરચા) ચૂંટણી અને સ્થાનિક કાર્યક્રમોને ધ્યાને રાખીને લેવાયો નિર્ણય ભાજપ પ્રદેશ સંગઠનના જણાવ્યા અનુસાર, આ નિમણૂકોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાઉન્ડ લેવલ પર પક્ષની સક્રિયતા વધારવાનો છે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પક્ષના વિવિધ વ્યાપક રાજકીય કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને, સંગઠનના વિસ્તરણ અને કામગીરીને વધુ અસરકારક તેમજ લોકાભિમુખ બનાવવા માટે આ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નવી વરણીઓ થતાં જ સંબંધિત જિલ્લાના સ્થાનિક કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને નવા હોદ્દેદારોએ પક્ષની વિચારધારાને વધુ લોકો સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે શુભેચ્છાઓ સ્વીકારી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યના 684 સ્ટાફ નર્સને હેડ નર્સ તરીકે પ્રમોશન:'કેમ્પ પદ્ધતિ'થી નર્સિંગ સ્ટાફની બઢતી અને બદલી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય, પસંદગીના સ્થળે નિમણૂક મળતાં ખુશીનો માહોલ
    Next Article
    भारत सरकार बना रही है नागरिकों को ग़ुलाम, विरोध करने पर केस: बॉम्बे हाई कोर्ट की सख़्त टिप्पणी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment