Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ઘટના:ઓખા બંદરે ફાઈબર બોટમાં ભયાનક આગ ભભૂકી, મહામહેનતે બુઝાવાઈ

    12 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર વિસ્તારમાં વહેલી સવારે એક ફાઇબર બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ઓખા બંદરના હાઇવે રોડ પર આવેલી પોલીસ ચોકી નજીક આ ઘટના બની હતી. બોટમાં લાગેલી આગ થોડા જ સમયમાં ભયાનક સ્વરૂપ ધારણ કરતાં આસપાસના લોકોમાં પણ ચિંતા સાથે ક્ષણિક દોડધામ મચી જવા પામી હતી. આગના આ બનાવની માહિતી મળતા જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જે સૂચનાના મળતા જ દ્વારકા, ઓખા તેમજ મીઠાપુર ફાયર સ્ટેશનના જવાનો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર સ્ટાફ દ્વારા હજારો લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. લાંબી જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોને ભારે મહેનતથી આગને નિયંત્રણમાં લેવા સફળતા મળી હતી. આગના કારણે બોટને ખાસ્સુ નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સ્થાનિક લોકો તથા સુરક્ષા એજન્સીઓની હાજરીમાં સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી.આગના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ તકનિકી ખામી કે અન્ય કારણોસર આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ઘટનાએ બંદર વિસ્તારમાં સુરક્ષા અને સાવચેતીના મુદ્દે ફરી ધ્યાન દોર્યું છે. ફાયરના જવાનોની તાત્કાલિક કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા વિદ્યાસભા અને શાંતાબા મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજન:અમરેલીમાં શહીદોની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો
    Next Article
    વિશેષ છપ્પન ભોગ:દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહ ઉત્સવનો પ્રારંભ, વરઘોડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment