Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશેષ છપ્પન ભોગ:દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહ ઉત્સવનો પ્રારંભ, વરઘોડો

    10 hours ago

    દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ ભગવાન અને તેમની મુખ્ય પટ્ટરાણી રાજરાજેશ્વરી રૂકમિણી માતાજીના પાવન રૂકમિણી વિવાહ ઉત્સવ નિમિત્તે શનિવારે રૂકમિણી માતાજી મંદિરે ભક્તિભાવથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીના દૈદિપ્યમાન શૃંગાર સાથે વિશેષ છપ્પનભોગ મનોરથ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ બહાર ગામથી આવેલા ભાવિકોએ ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો આ વિશેષ મનોરથ સવારે 11.00 વાગ્યાથી બપોરે 1.00 વાગ્યા સુધી યજમાન પરિવારના સૌજન્યથી યોજાયો હતો. વારાદાર તરીકે અરૂણ ભાઈ દવે તેમજ કંદર્પભાઈ દવે પરિવાર દ્વારા આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં માતાજીને અલભ્ય શૃંગાર સાથે વિવિધ પ્રસાદી ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા, જે દર્શન માટે આવેલા ભક્તો માટે અનોખો આધ્યાત્મિક અનુભવ બન્યો હતો. સાંજે શહેરમાં ભવ્ય ધાર્મિક માહોલ વચ્ચે રાજરાજેશ્વરી રૂકમિણી માતાજીનો વરઘોડો પણ ભવ્ય રીતે નીકળ્યો હતો. સાંજે 7.00 વાગ્યાથી શરૂ થયેલો આ વરઘોડો શ્રી દ્વારકાધીશના જગત મંદિરેથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફર્યો હતો અને અંતે ભદ્રકાલી ચોક ખાતે સમાપન થયો હતો. માર્ગમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તોએ ઉમળકાભેર સ્વાગત કરીને પૂજા અર્ચના કરી અને ઉત્સવને વધુ ભવ્યતા આપી હતી. ઉત્સવની શ્રેણી હેઠળ આવતીકાલે સવારે દ્વારકાધીશ જગતમંદિર તેમજ રાજરાજેશ્વરી રૂકમિણી માતાજી મંદિરે પરંપરાગત રીતે ધ્વજારોહણ વિધિ યોજાશે. ત્યારબાદ સાંજે રૂકમિણી મંદિરના પટાંગણમાં ભવ્ય રૂકમિણી વિવાહ મહોત્સવ યોજાશે, જેમાં દ્વારકા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યક્રમને લઈ દ્વારકા શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમજ મંદિર સંસ્થાઓ દ્વારા ભક્તોને સુવિધા અને વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દુર્ઘટના:ઓખા બંદરે ફાઈબર બોટમાં ભયાનક આગ ભભૂકી, મહામહેનતે બુઝાવાઈ
    Next Article
    Threatened at air gun-point: How son of Himachal CM’s aide escaped 5 ‘kidnappers’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment