Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા વિદ્યાસભા અને શાંતાબા મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજન:અમરેલીમાં શહીદોની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો

    2 days ago

    અમરેલીમાં કે. કે. પારેખ કોમર્સ કોલેજમાં લાઈબ્રેરી ખાતે શહીદ દિનની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ, કે. કે. પારેખ કોમર્સ કોલેજ, મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજ, મણીબા નર્સિંગ કોલેજ તથા કોલેજના છાત્રોએ રકતદાન કર્યું હતું. અહીં યુવાનોએ રક્તદાન કરી શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. રક્તદાન કેમ્પમાં અમરેલી જિલ્લા વિદ્યાસભાના મંત્રી ચતુરભાઈ ખુંટ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ત્રણેય કોલેજના પ્રિન્સિપાલઓ અને પ્રોફેસરોએ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લાના એ.બી.વી.પી.ના કાર્યકર્તાઓએ પણ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી અને ચતુરભાઈ ખુંટે કોલેજના સ્ટાફને બિરદાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાન યુદ્ધ રોકવા પાકિસ્તાનમાં મોટી મિટિંગ; મોદીએ કહ્યું- ઘણા દેશોમાં ખાવા-પીવાનું સંકટ, બાંગ્લાદેશે IPLનો પ્રતિબંધ હટાવ્યો
    Next Article
    દુર્ઘટના:ઓખા બંદરે ફાઈબર બોટમાં ભયાનક આગ ભભૂકી, મહામહેનતે બુઝાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment