Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના ચકચારી ઋષભ પટેલ આપઘાત કેસ:વોન્ટેડ આરોપી કલ્પેશ પટેલ પોલીસ સંકજામાં આવ્યો, ફરાર મનીષ અને ક્રિષાલની શોધખોળ ચાલુ

    1 week ago

    ગાંધીનગર સુઘડના યુવાન બિલ્ડર ઋષભ પટેલના ચકચારી આત્મહત્યા કેસમાં છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા મુખ્ય આરોપીઓ પૈકીના એક એવા કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલને ઇન્ફોસિટી પોલીસે ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી ફરાર આ આરોપી પોલીસ સમક્ષ હાજર થતા હવે આ સમગ્ર પ્રકરણના મૂળ સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જાન્યુઆરીમાં ઋષભ પટેલે આપઘાત કર્યો હતો ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર નજીક સુઘડ ખાતે શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલે ગત જાન્યુઆરીમાં માનસિક ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું. આ મામલે મરનારના પરિવારે કરેલી ફરિયાદના આધારે પોલીસે કોબાની નેસ્ટ રેસીડેન્સીના કલ્પેશ તલાટી, નાના ચિલોડાના મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર, ક્રિષાલ ઉર્ફે વિક્રમ પટેલ અને પાન પાર્લર ચલાવતા મહિપાલસિંહ વિરુદ્ધ મરવા માટે મજબૂર કરવાના ગુના હેઠળ તપાસ શરૂ કરી હતી. કલ્પેશ તલાટી ઇન્ફોસિટી પોલીસ સમક્ષ હાજર થયો આ અગાઉ પોલીસે મહિપાલસિંહની ધરપકડ કરી લીધી હતી, પરંતુ અન્ય ત્રણ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તપાસ દરમિયાન એવી વિગતો પણ સામે આવી હતી કે, ધરપકડથી બચવા માટે કલ્પેશ તલાટી સહિતના આરોપીઓ નેપાળમાં છુપાયા હોવાની પ્રબળ શંકા હતી. પોલીસની સતત વધતી જતી ભીંસ અને સર્વેલન્સને કારણે આખરે કલ્પેશ તલાટી ઇન્ફોસિટી પોલીસ સમક્ષ હાજર થયો હતો. આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હાલ પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે કલ્પેશની પૂછપરછમાં ઋષભ પટેલને આત્મહત્યા સુધી દોરી જનારા ચોક્કસ કારણો અને અન્ય ફરાર આરોપીઓ મનીષ અને ક્રિષાલના ઠેકાણા વિશે મહત્વની કડીઓ મળી શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    ફરાર આરોપીને SOGએ દબોચી લીધો:ચેક રિટર્ન કેસમાં સજા પામેલો વોન્ટેડ આરોપી રવજી ઘોઘા ગેઈટ પાસેથી ઝડપાયો
    Next Article
    પત્નીના મોતનો વિરહ જીરવી ન શક્યો GRD જવાન:આજીડેમ વિસ્તારમાં રહેતા યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, પત્નીના અકાળે અવસાન બાદથી સતત માનસિક આઘાતમાં હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment