Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ ધારાસભ્ય ભરત પટેલના જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ:નાણાં મંત્રી કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ

    23 hours ago

    વલસાડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભરત પટેલ દ્વારા તેમના મત વિસ્તારના લોકોના પ્રશ્નો અને રજૂઆતોના ઝડપી નિરાકરણ માટે નવનિર્મિત જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને લોકસભાના દંડક ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યાલય કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું સેવા કેન્દ્ર બનશે. લોકાર્પણ વિધિ બાદ મીડિયા સાથે વાતચીત કરતા નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર જ લોકોની સેવા કરવાના છે. દરેક ધારાસભ્ય માટે જન સંપર્ક કાર્યાલય હોવું અનિવાર્ય છે, જેથી લોકો પોતાની સમસ્યાઓ સીધી રીતે રજૂ કરી શકે. લોકસભાના દંડક ધવલ પટેલે આ કાર્યાલયને કાર્યકરો માટે 'મંદિર' ગણાવ્યું હતું, જ્યાંથી જનતાના હિતની નીતિઓ અને સરકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર થશે. ધારાસભ્ય ભરત પટેલે કાર્યાલયની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કાર્યાલય અગાઉ પણ કાર્યરત હતું, પરંતુ હવે તેને વધુ આધુનિક બનાવવામાં આવ્યું છે. અહીં બે ઓપરેટરોની નિમણૂક કરવામાં આવી છે અને કોમ્પ્યુટર તથા ટેકનોલોજીની મદદથી સરકારી યોજનાઓનું માર્ગદર્શન અપાશે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પણ આ કાર્યાલય કેન્દ્રસ્થાન બનશે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અરવિંદ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ ધારાસભ્ય ભરત પટેલને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં બે અકસ્માતમાં બેના મોત:ડમ્પરની ટક્કરથી ટુવ્હીલર ચાલકનું મોત, વિકટોરીયા ગાર્ડ પાસે રોડ ક્રોસ કરતા યુવકે અજાણ્યા વાહને અડફેટે લેતા જીવ ગુમાવ્યો
    Next Article
    દ્વારકામાં દ્વારકાધીશ-રુક્મણીના વિવાહ પ્રસંગે રાજ સવારી નીકળી:હજારો ભક્તો ઉમટ્યા, શહેર જયઘોષથી ગુંજી ઉઠ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment