Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બે અકસ્માતમાં બેના મોત:ડમ્પરની ટક્કરથી ટુવ્હીલર ચાલકનું મોત, વિકટોરીયા ગાર્ડ પાસે રોડ ક્રોસ કરતા યુવકે અજાણ્યા વાહને અડફેટે લેતા જીવ ગુમાવ્યો

    22 hours ago

    અમદાવાદ શહેરમાં બે અલગ અલગ રોડ અકસ્માતમાં બે યુવકના મોત થયા છે. દાણીલીમડાના વેપારી ટુવ્હીલર લઈને પીરાણા ડમ્પ સાઈટ પર જતા હતા, ત્યારે ડમ્પરે તેમને ટક્કર મારી હતી, જેમાં તેમનું મોત થયું છે. જ્યારે વિકટોરીયા ગાર્ડન પાસેથી રોડ ક્રોસ કરતા યુવકનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત નિપજ્યું હતું. બન્ને અકસ્માત અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડમ્પરની ટક્કરથી ટુવ્હીલર ચાલકનું મોત દાણીલીમડાના ઠાકોરવાસમાં 45 વર્ષીય માજીદભાઈ રંગરેજ પરીવાર સાથે રહે છે. 27 તારીખે સવારના સમયે તેઓ પોતાનું ટુવ્હીલર લઈને અજમેરી ફાર્મની સામે આવેલી પીરાણા ડમ્પ સાઈટની અંદર જઈ રહ્યા હતા. તે સમયે ઓવરસ્પીડમાં આવેલા એક ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેથી હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાઈ પડેલા માજીદભાઈને માથા, મોઢા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. અજાણ્યા વાહને અડફેટે લેતા યુવકે જીવ ગુમાવ્યો અન્ય બનાવમાં ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને સિવિલ હોસ્પિટલ તરફથી વર્ધી મળી હતી કે, વિકટોરીયા ગાર્ડન પાસે એક અકસ્માત થયો છે. જેથી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, 40 વર્ષીય કલ્પેશ પવાર (રહે.વિકટોરીયા ગાર્ડન) 24 તારીખે રાત્રિના સમયે વિકટોરીયા ગાર્ડ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે સમયે ઓવરસ્પીડમાં આવેલા અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા કલ્પેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મસીતીયામાં ઘોડા રેસમાં 'જલાલી 1616' વિજેતા:હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબાના ઉર્ષ નિમિત્તે પરંપરાગત આયોજન, ઊંટ ગાડીની રેસમાં અશરફ ખફીનો ઊંટ પ્રથમ ક્રમે
    Next Article
    વલસાડ ધારાસભ્ય ભરત પટેલના જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ:નાણાં મંત્રી કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment