Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મસીતીયામાં ઘોડા રેસમાં 'જલાલી 1616' વિજેતા:હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબાના ઉર્ષ નિમિત્તે પરંપરાગત આયોજન, ઊંટ ગાડીની રેસમાં અશરફ ખફીનો ઊંટ પ્રથમ ક્રમે

    20 hours ago

    જામનગર તાલુકાના કોમી એકતાના પ્રતીક સમા મસીતીયા ગામે હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબાના ઉર્ષ નિમિત્તે શનિવારે પરંપરાગત ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેસમાં સૌરાષ્ટ્રભરના 30થી વધુ જાતવંત ઘોડા અને ઘોડાસવારોએ ભાગ લીધો હતો. આ વર્ષની ઘોડા રેસમાં હાજી અયુબભાઈ ખફીનો 'જલાલી 1616' નામનો ઘોડો પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો. ઊંટ ગાડીની રેસમાં અશરફ અલ્તાફ ખફીનો ઊંટ પ્રથમ ક્રમે આવ્યો હતો. મસીતીયા ગામની આ પરંપરાગત ઘોડા રેસમાં વિજેતા થનાર ઘોડાસવારને રોકડ રકમ કે અન્ય કોઈ પુરસ્કારને બદલે પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવે છે. આ મોભાદાર પાઘડી મેળવવા દર વર્ષે મોટી સંખ્યામાં જાતવંત ઘોડા સાથે ઘોડાસવારો ઉત્સાહભેર જોડાય છે. રેસ બાદ મસીતીયા ગામના સરપંચ કારાભાઈ ખફી દ્વારા વિજેતાઓને પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પંચકોષી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે. રાઠોડ સહિત સમગ્ર સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બે દિવસીય ઉર્ષ નિમિત્તે રાત્રે કવ્વાલીનો ભવ્ય કાર્યક્રમ અને આમનિયાઝનું પણ આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને હિન્દુ સમાજના લોકો આ ઉર્ષ પ્રસંગે મસીતીયા ગામની મુલાકાત લઈને કોમી એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબા ઉર્ષ કમિટીના યુવાનોએ આયોજનમાં જહેમત ઉઠાવી હતી. મસીતીયા ગામના સરપંચ કારાભાઈ ખફી, હાજી કાસમભાઈ ખફી, પૂર્વ સરપંચ ગફારભાઈ ખફી, અલતાફભાઈ ખફી, જાવિદ કાસમભાઈ ખફી અને આરીફ પઠાણી સહિતના આગેવાનોએ આ પરંપરાગત ઘોડા રેસને સફળ બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    IIM અમદાવાદનો 61મો દીક્ષાંત સમારોહ:4 કોર્સના 629 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરાઈ, 5 વિદ્યાર્થી અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત
    Next Article
    અમદાવાદમાં બે અકસ્માતમાં બેના મોત:ડમ્પરની ટક્કરથી ટુવ્હીલર ચાલકનું મોત, વિકટોરીયા ગાર્ડ પાસે રોડ ક્રોસ કરતા યુવકે અજાણ્યા વાહને અડફેટે લેતા જીવ ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment