Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IIM અમદાવાદનો 61મો દીક્ષાંત સમારોહ:4 કોર્સના 629 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરાઈ, 5 વિદ્યાર્થી અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત

    18 hours ago

    IIM અમદાવાદનો 61મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ગ્રેમી-એવોર્ડ વિજેતા સંગીતકાર, બિઝનેસ લીડર, હ્યુમનિટેરિયન ચંદ્રિકા ટંડન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. ચંદ્રિકા ટંડન દ્વારા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાય સંદેશો પણ આપ્યો હતો. 61મા પદવીદાન સમારંભમાં અલગ-અલગ કોર્સના કુલ 629 વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તેમજ 5 જેટલા વિદ્યાર્થીઓને તેમની અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સુવર્ણ ચંદ્રકોથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા 61મા પદવીદાન સમારંભમાં ચાર કાર્યક્રમના 629 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં ડોક્ટરલ મેનેજમેન્ટ પ્રોગ્રામના 20 વિદ્યાર્થીઓ, બે વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટના 408 વિદ્યાર્થીઓ, બે વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટના 45 વિદ્યાર્થીઓ અને એક વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટના 156 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી. જે દરમિયાન વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના પરિવારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. એમબીએ-પીજીપીના વિરાજ મોદી, અક્ષિત મિત્તલ અને દેવવ્રત વાગલે, એમબીએ-એફએબીએમના જાગૃતિ ગોયલ, અને એમબીએ-પીજીપીએક્સના હર્ષ મોદીને મુખ્ય મહેમાન દ્વારા તેમની અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સુવર્ણ ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘એક જ માર્ગ પર અટવાઈ જશો નહીં, સફળતાઓ ગલીઓમાં થતી નથી’ ગ્રેમી-પુરસ્કાર વિજેતા સંગીતકાર ચંદ્રિકા ટંડને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સંકલિત બુદ્ધિમત્તા માટેના ચાર માર્ગદર્શક મંત્રો અપનાવવા જોઈએ. આંતરસૂઝ, હેતુ, આંતરિક સ્થિરતા અને પ્રભાવ. વિદ્યાર્થીઓએ બહાર નીકળવાની જરૂર છે, પછી ભલે તે ગમે તે હોય. વ્યૂહાત્મક રીતે શોધખોળ કરો. વિવેચનાત્મક રીતે વિચારો. એક જ માર્ગ પર અટવાઈ જશો નહીં, કારણ કે સફળતાઓ ગલીઓમાં થતી નથી. તમારાથી દૂર રહેલી દુનિયા વિશે સતત જાણો, પરંતુ તમારે આકસ્મિક જીવનથી ઇરાદાપૂર્વકના જીવનમાં આગળ વધવું જોઈએ. ધ્યેય ગમે તેટલો પડકારજનક હોય, સ્પષ્ટતા અને પ્રતિબદ્ધતા સાથે યોગ્ય રીતે અમલમાં મૂકવા માટે ઇરાદાની જરૂર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ઇન્ટિગ્રેટિવ ઇન્ટેલિજન્સ-સંકલિત બુદ્ધિમત્તા એટલે સંપૂર્ણ માનવ બનવું. તે સાચું નેતૃત્વ કરશે.
    Click here to Read More
    Previous Article
    29 માર્ચનું અંકફળ:ચંદ્રના પ્રભાવથી અંક 1, 3 અને 7ના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે, અંક 8ના જાતકોને ભાગ્યનો સાથ મળશે
    Next Article
    મસીતીયામાં ઘોડા રેસમાં 'જલાલી 1616' વિજેતા:હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબાના ઉર્ષ નિમિત્તે પરંપરાગત આયોજન, ઊંટ ગાડીની રેસમાં અશરફ ખફીનો ઊંટ પ્રથમ ક્રમે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment