Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રદેશ અધ્યક્ષની મધ્ય ગુજરાતના પદાધિકારીઓ સાથે બેઠક:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મંથન; તમામ કાર્યકરોને કામગીરીમાં જોતરાઈ જવા આહવાન

    11 hours ago

    આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ભાજપ દ્વારા વિવિધ સ્થળોએ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વડોદરા ખાતે મધ્ય ગુજરાત ઝોનના પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ તેમજ ખેડા જિલ્લાના પદ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. મહત્તમ લોકો સુધી પહોંચવા આહવાન મધ્ય ગુજરાત ઝોનની મહત્વપૂર્ણ બેઠકમાં તમામ પદ અધિકારીઓને પ્રદેશ અધ્યક્ષે સંબોધ્યા હતા. આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ જવા માટે તમામ કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓના વિસ્તારમાં થયેલા વિકાસને મહત્તમ લોકો સુધી પહોંચાડવા માટે કામે લાગી જવા સૂચના આપવામાં આવી હતી. ચૂંટણીમાં MP-MLAનું ચાલશે કે નહીં તેની ચર્ચા બેઠક શરૂ થાય તે પહેલા કાર્યકરોમાં એવો ગણગણાટ પણ જોવા મળ્યો હતો તે આ ચૂંટણીમાં કોણ રહેશે અને કોણ કપાશે? એક દિવસ અગાઉ ગાંધીનગર ખાતે એવી જાહેરાત કરવામાં આવી હતી કે, આ ચૂંટણીઓમાં ધારાસભ્ય તેમજ સાંસદની ભલામણ નહીં ચલાવાય ત્યારે લોકોમાં પણ એવી ચર્ચા છે કે હવે લોબિંગ કરવું તો કોની પાસે કરાવવું? આ બેઠકમાં વર્તમાન હોદ્દેદારો તેમજ અપેક્ષિતો પણ જોવા મળ્યા હતા. વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચાની શક્યતા હાલમાં દેશમાં પેટ્રોલ ડીઝલ તેમજ ગેસની અછતની અફવાઓના કારણે લોકો આમેય પરેશાન છે, ત્યારે આગામી સમયમાં ચૂંટણીમાં લોકો સુધી પહોંચવા કેવી રણનીતિ અપનાવવી તે અંગેની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠક માત્ર હોદ્દેદારોની વચ્ચે બંધ બારણે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વડોદરાના પ્રભારી ગોરધન ઝડફીયા, મધ્ય ગુજરાત ઝોનના ઈનચાર્જ જશવંતસિંહ ભાભોર, યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષી, વડોદરાના સહ પ્રભારી મંત્રી કમલેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આજથી IPLની શરૂઆત:બેંગલુરુએ ટૉસ જીતીને બોલિંગ લીધી, હૈદરાબાદનો ડિફેન્ડિંગ ચેમ્પિયન સામે દબદબો
    Next Article
    ગોધરાના કેપ્સ્યુલ પ્લોટમાં લાકડાના કારખાનામાં આગ:ફાયર વિભાગ દ્વારા કાબૂ મેળવવા પ્રયાસ, કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment