Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ટેસ્ટ મેચોમાં ઊંઘ આવતી નહોતી':ત્યારે મમ્મીના હાથનું બનાવેલું ખાવાનું ખાતો હતો; રોહિતે IPL ટીમ બદલવા પર કહ્યું- હંમેશા મુંબઈ

    7 hours ago

    રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલી કેટલીક ક્ષણો શેર કરી છે. તેમણે કહ્યું કે ટેસ્ટ મેચ દરમિયાન નર્વસનેસને કારણે તેમને રાત્રે ઊંઘ આવતી નહોતી. આવી સ્થિતિમાં મોડી રાત્રે ભૂખ લાગે ત્યારે તેઓ પોતાની માતાના હાથથી બનેલી કેળાની વેફર્સ ખાતા હતા. રોહિતે સોની ટીવી પર પોતાના નવા ટીવી શો ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મામાં આ વાત કહી. તેમના મિત્ર અને IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ અભિષેક નાયરે પણ શોમાં હાજરી આપી હતી. જ્યારે તેમણે રોહિતને IPL ટીમ બદલવા વિશે પૂછ્યું, ત્યારે રોહિતનો જવાબ હતો—હંમેશાં મુંબઈ. કહ્યું—ટેસ્ટ મેચ મારું મનપસંદ ફોર્મેટ રોહિતે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ તેમનું મનપસંદ ફોર્મેટ હતું, પરંતુ તેમાં રમવાનું દબાણ પણ ઘણું રહેતું હતું. તેમણે કહ્યું- હું જૂઠું નહીં બોલું, જ્યારે પણ હું ટેસ્ટ મેચ રમતો હતો, ત્યારે અંદરથી ઘણી નર્વસનેસ રહેતી હતી. મને ટેસ્ટ મેચ રમવાનું પસંદ હતું.' 67 ટેસ્ટમાં બનાવ્યા 4,301 રન રોહિતે 2013થી 2024 વચ્ચે ભારત માટે 67 ટેસ્ટ મેચ રમ્યા. તેમણે 12 સદી અને 18 અર્ધસદીની મદદથી 4,301 રન બનાવ્યા. આ દરમિયાન એક ઇનિંગ્સમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 212 રન રહ્યો.
    Click here to Read More
    Previous Article
    दूरदर्शन पर 2001 में आने वाला बीआर चोपड़ा का ये हॉरर शो था खौफ का दूसरा नाम, अकेले टॉयलेट जाने से डरते थे बच्चे, फिर भी हर मंगलवार करते थे इंतजार
    Next Article
    વલસાડના બે પ્રોફેસરોએ લદ્દાખ મેરેથોન સફળતાપૂર્વક પૂરી કરી:11,500 ફૂટની ઊંચાઈ પર પડકારજનક દોડ પૂર્ણ કરીને કોલેજનું ગૌરવ વધાર્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment