Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસુમાં લિફ્ટમાં બે મહિલા ફસાતા ભારે દોડધામ મચી:અડધો કલાક સુધી અધવચ્ચે અંધારામાં ફસાયેલી રહી, ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યું

    2 days ago

    સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જયનીમ રેસિડન્સીમાં લિફ્ટ અચાનક ટેકનિકલ ખામીને કારણે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે અટકી ગઈ હતી. જેમાં સવાર બે મહિલાઓ અડધો કલાક સુધી અંધારામાં ફસાયેલી રહી હતી. અંતે ફાયર વિભાગે દરવાજો તોડી બંનેને સુરક્ષિત બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી હતી. વહેલી સવારે ગ્રાઉન્ડ ફ્લોર પર જતી વખતે સર્જાઈ આફત મળતી વિગત મુજબ, વેસુ રોડ પર આવેલી જયનીમ રેસિડન્સીમાં રહેતા 35 વર્ષીય દિવ્યાબેન ગ્રોવર અને સ્વાટવીક ગ્રોવર આજે શનિવારે કોઈ કામ અર્થે બહાર જવા નીકળ્યા હતા. તેઓ લિફ્ટમાં બેસીને ગ્રાઉન્ડ ફ્લોર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને લિફ્ટ પહેલા માળ અને ગ્રાઉન્ડ ફ્લોરની બરાબર વચ્ચે જામ થઈ ગઈ હતી. બંધ લિફ્ટમાં મહિલાઓએ બૂમાબૂમ કરી, રહીશો દોડ્યા લિફ્ટ અધવચ્ચે અટકી જતાં લાઈટો ગુલ થઈ ગઈ હતી અને અંદર રહેલી બંને મહિલાઓ ગભરાઈ ગઈ હતી. ગૂંગળામણ અને ડરને કારણે મહિલાઓએ લિફ્ટની અંદરથી જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. બૂમો સાંભળીને એપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડ અને અન્ય રહીશો દોડી આવ્યા હતા. લોકોએ પોતાની રીતે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લિફ્ટ લોક થઈ ગઈ હોવાથી સફળતા મળી ન હતી. ફાયર બ્રિગેડે સાધનો વડે દરવાજો તોડી જીવ બચાવ્યો સ્થિતિ ગંભીર જણાતા રહીશોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ઓફિસર કિશોર પટેલની ટીમ મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ હાઈડ્રોલિક ટૂલ્સ અને અન્ય સાધનોની મદદથી લિફ્ટના દરવાજાને ફોર્સથી ખોલ્યો હતો. અંદાજે અડધા કલાકની જહેમત બાદ બંને મહિલાઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. બહાર આવતા જ મહિલાઓએ હાશકારો અનુભવ્યો હતો અને તેમના પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. લિફ્ટના મેઈન્ટેનન્સ સામે ઉઠ્યા સવાલો આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં લિફ્ટના મેઈન્ટેનન્સને લઈને ચર્ચાઓ જાગી છે. લિફ્ટ અચાનક કેમ ખોટકાઈ અને ઈમરજન્સી એલાર્મ કેમ ન વાગ્યું તે તપાસનો વિષય છે. ફાયર વિભાગે પણ રહીશોને લિફ્ટનું નિયમિત સર્વિસિંગ કરાવવા અને ઈમરજન્સી સિસ્ટમ કાર્યરત રાખવા સૂચન કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલની ઇરાન પર 50 ફાઇટર જેટની એરસ્ટ્રાઇક:પરમાણુ ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા; ઇરાને સાઉદી પર 6 બેલિસ્ટિક મિસાઇલો ઝીંકી
    Next Article
    માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ છલકાયા:સુરતમાં શેરીમાં રમતા-રમતા ગુમ થયેલી બાળકીને પુણા પોલીસે ગણતરીના કલાકમાં 40 સીસીટીવી ફેંદીને શોધી કાઢી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment