Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ એરપોર્ટ પરથી 50 કરોડના હેરોઇન સાથે શખસ ઝડપાયો:મહિલાએ મલેશિયામાં જથ્થો આપ્યો'તો, થાઇલેન્ડથી આવેલા મુસાફરને 6 કિલો ગાંજા સાથે દબોચ્યો

    1 week ago

    અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીની વધતી જતી પ્રવૃત્તિને ધ્યાનમાં લઇને કસ્ટમ્સ અધિકારીઓ સાવચેત થઇ ગયા છે. જેના ભાગરૂપે જ અમદાવાદના કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ હેરાફેરી સામે કડક કાર્યવાહી કરી છે. મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફલાઇટમાં અમદાવાદ આવેલાં મુસાફર પાસેથી 9.30 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે હેરોઇનની એક કિલોની આશરે 5 કરોડ જેટલી કિંમત થાય છે અને 9.30 કિલોની ગણતરી કરવા જઇએ તો કસ્ટમ્સ વિભાગે અંદાજે 45થી 50 કરોડની કિંમતનું હેરોઇનનો જથ્થો પકડી પાડ્યો છે. મુસાફર અમદાવાદથી દિલ્હી જવાનો હતો. દિલ્હીમાં કોને આપવાનો હતો અને કોની પાસેથી લાવ્યો વગેરે દિશામાં કસ્ટમ્સ વિભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરીને આખી સિન્ડિકેટને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. તેના બેંક એકાઉન્ટની વિગતો તપાસવામાં આવી રહી છે. તેને એક મહિલાએ મલેશિયાની એક હોટેલમાં હેરોઈનનો જથ્થો આપ્યો હતો અને તે કેરાલાનો વતની હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રવિવારે(17મે) એક થાઇલેન્ડથી આવતાં મુસાફર પાસેથી 6.54 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડયો હતો. હેન્ડ બેગના શંકાસ્પદ એક્સ-રે છબીઓના આધારે ઝડપાયો અમદાવાદના કસ્ટમ્સ અધિકારીઓએ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) દ્વારા માદક દ્રવ્યોની દાણચોરીના પ્રયાસોને શોધી કાઢવા અને અટકાવવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. સતત સતર્કતા અને સક્રિય અમલીકરણ દર્શાવતા કસ્ટમ્સ અધિકારીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં અનેક ડ્રગ જપ્ત કર્યા છે. તાજેતરના કિસ્સામાં મલેશિયાના કુઆલાલંપુરથી આવતા એક મુસાફરના હેન્ડ બેગના શંકાસ્પદ એક્સ-રે છબીઓના આધારે અધિકારીઓએ મુસાફરને વિગતવાર તપાસ માટે અટકાવ્યો હતો. સફેદ પાવડર અને સફેદ દાણાદાર પદાર્થો હોવાનું જાણવા મળ્યું મુસાફરના હેન્ડ બેગની તપાસ દરમિયાન અધિકારીઓને "ગ્લુટા ગ્રો" અને "ક્રેકર્સ કોકોનટ ફ્લેવર" તરીકે લેબલવાળા ઘણા પેકેટ મળ્યા હતા. તેની ઝીણવટભરી તપાસ કરતાં પેકેટોમાં જાહેર કરાયેલા ફૂડ સપ્લિમેન્ટ્સ અને ખાદ્ય પદાર્થોને બદલે શંકાસ્પદ સફેદ પાવડર અને સફેદ દાણાદાર પદાર્થો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કસ્ટમ્સ વિભાગે તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓને જાણ કરી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) દ્વારા શંકાસ્પદ પદાર્થોનું પ્રારંભિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં હેરોઈનની હાજરીની તેમણે પુષ્ટિ કરી હતી. 9.30 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો જપ્ત કરાયો તદનુસાર, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ કુલ 9.30 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. NDPS એક્ટ, 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. મલેશિયાની હોટેલમાં એક મહિલાએ તેને આ જથ્થો આપ્યો હતો આ કેરલના વાયનાડનો વતની છે. તે મલેશિયામાં કોઇને મળ્યો હતો. તેને આ જથ્થો પહોંચાડવા બદલ પણ કેટલીક રકમ ચુકવાઇ હતી. અને મલેશિયાની હોટેલમાં એક મહિલાએ તેને આ જથ્થો આપ્યો હતો. જે દિલ્હી પહોંચાડવાનો હતો.જેથી કસ્ટમ્સ વિભાગે આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. સાથોસાથ તેના બેંક એકાઉન્ટની પણ ચકાસણી હાથ ધરી છે. 16 મેના એક મુસાફર પાસેથી 6.54 કિલોગ્રામ ગાંજો જપ્ત ઉલ્લેખનીય છે કે આ જપ્તી 16 મે 2026ના રોજ કસ્ટમ અધિકારીઓ દ્વારા થાઈલેન્ડથી આવતા એક મુસાફર પાસેથી 6.54 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આ માદક પદાર્થ ટ્રોલી બેગની અંદર છુપાયેલા વેક્યુમ-સીલબંધ પેકેટોમાં છુપાવવામાં આવ્યો હતો. આ કેસમાં સામેલ મુસાફરની પણ NDPS એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. શંકાસ્પદ મુસાફરોની અવરજવર પર કડક દેખરેખ તાજેતરમાં જપ્તીની શ્રેણીમાં અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કનો સામનો કરવા માટે હાથ ધરવામાં આવેલા સતત સતર્કતા, ગુપ્તચર માહિતી-આધારિત પ્રોફાઇલિંગ અને સંકલિત અમલીકરણ પ્રયાસોને સફળ બનાવ્યાં છે. કસ્ટમ્સ, અમદાવાદ માદક દ્રવ્યોના જોખમ સામે દેશને સુરક્ષિત રાખવા અને સરહદ પાર મુસાફરોની અવરજવર પર કડક દેખરેખ રાખવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. આ પણ વાંચો બેંગકોકથી અમદાવાદ આવેલા મુસાફર પાસેથી 6 કિલો ગાંજો ઝડપાયો, વિદેશી સિગારેટનો જથ્થો પકડાયો 17 મેના અમદાવાદ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર વહેલી સવારે તથા ત્યારબાદ આવેલી બે ફલાઇટમાં આવેલા મુસાફરોને ઝડપી લઇને ગાંજો અને વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આંતર રાષ્ટ્રીય બજાર કિંમત કરોડો રૂપિયા થાય છે. 6 કિલો ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઈડ્રોપોનિક ગાંજાની દાણચોરીના કિસ્સાઓ સતત વધતાં જઈ રહ્યાં છે. આ ગુનામાં સજાની કડક જોગવાઈ હોવા છતાં આ ગાંજાની ડિમાન્ડને કારણે દાણચોરીના કેસો ઘટવાનું નામ લેતાં નથી. આ દરમિયાન 3 એપ્રિલ, 2026ના સવારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નં. વીઝેડ- 750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી અમદાવાદ આવી રહેલા બે મુસાફરો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મ્યુ. કમિશનરે 4 અધિકારીને સસ્પેન્ડ કર્યા:સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામોમાં ગેરરીતિ મામલે કંપની સામે FIRના આદેશ, કોન્ટ્રાક્ટરો પર પ્રતિબંધ
    Next Article
    Maharashtra Road Accident | મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત | Fatal Road Accident

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment