Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીના કોપરલી રોડ પર દીપડો દેખાયો:દિવસ દરમિયાન લટાર મારતો વીડિયો વાયરલ, વન વિભાગ સક્રિય

    16 hours ago

    વાપીના કોપરલી રોડ પર દિવસ દરમિયાન એક દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં વન વિભાગ સક્રિય બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોપરલી રોડ પરથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકે દીપડાને રોડ પર લટાર મારતો જોયો હતો. વાહન નજીક આવતા દીપડો ઝાડીઓ તરફ દોડી ગયો હતો. આ દ્રશ્યો વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. કોપરલી વિસ્તાર રહેણાંક અને અવરજવરથી ભરચક ગણાય છે. આવા વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને પશુપાલકોમાં તેમના પશુઓની સુરક્ષાને લઈને ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે વિસ્તારમાં પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ જણાવ્યું કે દીપડાની હલચલ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે તેને પકડવા માટે પાંજરું ગોઠવવાની કાર્યવાહી કરવામાં આવશે. વન વિભાગે સ્થાનિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા અને કોઈ પણ શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે 'જગ વસંત' જહાજ વાડીનાર પહોંચ્યું:જહાજમાં 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો, ઘરેલુ ગેસની સપ્લાયમાં સ્થિરતા જળવાઈ રહેશે
    Next Article
    8 મહિના બાદ આવતીકાલથી નવી મુંબઈ સાથે હવાઈ સેવાનો પ્રારંભ:ઈન્ડિગો એરલાઇન્સની ભાવનગર-નવી મુંબઈ વચ્ચે સવાર-સાંજ બે ફ્લાઈટ, જાણો શું રહેશે સમય અને ભાડું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment