Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે 'જગ વસંત' જહાજ વાડીનાર પહોંચ્યું:જહાજમાં 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો, ઘરેલુ ગેસની સપ્લાયમાં સ્થિરતા જળવાઈ રહેશે

    14 hours ago

    વૈશ્વિક સ્તરે, ખાસ કરીને મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ નજીક સર્જાયેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારત માટે આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સ્થિત વાડીનાર પોર્ટ પર LPG ગેસથી ભરેલું વિશાળ જહાજ ‘જગ વસંત’ સુરક્ષિત રીતે પહોંચ્યું છે. આ જહાજ અંદાજે 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો લઈને આવ્યું છે. આટલી મોટી માત્રામાં ગેસનો જથ્થો આવવાથી આગામી દિવસોમાં ઘરેલુ ગેસ (LPG)ના સપ્લાયમાં સ્થિરતા જળવાઈ રહેશે અને અછતની શક્યતાઓ નહિવત બનશે. અન્ય દેશો સાથેના તણાવપૂર્ણ માહોલને ધ્યાનમાં રાખીને, આ જહાજના આગમન સાથે જ પોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. હાલમાં અત્યંત તકેદારી અને સુરક્ષા પ્રોટોકોલ સાથે જહાજમાંથી ગેસ સ્થળાંતર (Unloading) કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વાડીનાર પોર્ટ ભારતની ઉર્જા સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ ‘જગ વસંત’નું સફળ આગમન એ ભારતની મજબૂત લોજિસ્ટિક્સ અને સુરક્ષા વ્યવસ્થાનો પુરાવો આપે છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં પતિએ જ પત્ની પર એસિડ ફેંક્યાનો ઘટસ્ફોટ:મર્દાનગી બાબબે મેણા મારતાં સબક શીખવાડવા માગતો હતો, આરોપી કેટલી ઇજા થઈ છે તે જોવા હોસ્પિટલ પણ ગયો હતો
    Next Article
    વાપીના કોપરલી રોડ પર દીપડો દેખાયો:દિવસ દરમિયાન લટાર મારતો વીડિયો વાયરલ, વન વિભાગ સક્રિય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment