Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં રામ મંદિર ખાતે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી:ટ્રસ્ટ દ્વારા મહાપૂજા, આરતી, સુંદરકાંડ પાઠ સહિતના કાર્યક્રમો યોજાયા

    17 hours ago

    પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રી રામ મંદિર ખાતે ચૈત્ર સુદ નવમીના રોજ શ્રીરામ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની આગેવાની હેઠળ નૂતન રામ મંદિર ખાતે દિવસભર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શ્રીરામ પ્રભુની મહાપૂજા, ધ્વજા પૂજા અને મધ્યાહને શ્રીરામ જન્મોત્સવની મહાઆરતીનો સમાવેશ થાય છે. મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયું હતું. સાંજના સમયે શ્રી રામ મંદિર ખાતે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ સુંદરકાંડ પાઠનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત, શ્રીરામને વિશેષ અન્નકૂટ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો, જેના દર્શન શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે શ્રીરામ પ્રભુની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક ભક્તો અને બહારથી પધારેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.આ સાથે જ, પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મંદિરમાં પણ સાયં આરતી સમયે સોમનાથ મહાદેવને 'શ્રીરામ દર્શન શૃંગાર' કરવામાં આવ્યો હતો. આ શૃંગાર દ્વારા શ્રીરામ અને શિવજીના પરસ્પર સંબંધનું નિરૂપણ કરવામાં આવ્યું હતું, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પુરાતન પુસ્તકો અનુસાર, પ્રભુ શ્રીરામ પિતૃ તર્પણ માટે પ્રભાસ તીર્થમાં પધાર્યા હતા. શાસ્ત્રોમાં રામ અને શિવજીના અભિન્ન સંબંધનું વર્ણન છે, જેમ કે 'રામસ્ય ઈશ્વરઃ યઃ સઃ રામેશ્વરમ્' અને 'રામઃ ઈશ્વરઃ યસ્ય સઃ રામેશ્વરમ્'. આ શૃંગાર દ્વારા શિવજીમાં શ્રીરામની છબી જોઈ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ગેસ સિલિન્ડરના વધતા ભાવ મુદ્દે યુથ કોંગ્રેસનો વિરોધ:વિવિધ બેનરો સાથે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર, પોલીસ સાથે ઝપાઝપી થતાં અનેક કાર્યકરોની અટકાયત
    Next Article
    હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન યાર્ડ બે દિવસ બંધ:માર્ચ એન્ડિંગને કારણે, 1 એપ્રિલથી ખરીદી શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment