Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગેસ સિલિન્ડરના વધતા ભાવ મુદ્દે યુથ કોંગ્રેસનો વિરોધ:વિવિધ બેનરો સાથે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર, પોલીસ સાથે ઝપાઝપી થતાં અનેક કાર્યકરોની અટકાયત

    16 hours ago

    વલસાડ જિલ્લામાં ગેસ સિલિન્ડરના વધતા ભાવ અને તેની અછતને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસના કાર્યકરો ખાલી ગેસ સિલિન્ડર માથા પર રાખીને અને હાથમાં સરકાર વિરોધી બેનરો સાથે રસ્તા પર ઉતર્યા હતા. તેમણે મોંઘવારી અને ગેસની અછત સામે સૂત્રોચ્ચાર કરીને સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓને રોકવાના પ્રયાસમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આના કારણે સ્થળ પર થોડા સમય માટે તંગ પરિસ્થિતિ ઊભી થઈ હતી. વિરોધ વધુ તીવ્ર બનતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી. પોલીસે કાર્યકરોને બળજબરીપૂર્વક પોલીસ વાનમાં બેસાડીને તેમની અટકાયત કરી હતી. આ કાર્યવાહીમાં અનેક અગ્રણીઓ સહિત ઘણા કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, મોંઘવારીના કારણે સામાન્ય જનતા પર મોટો બોજ આવ્યો છે. ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે અને બજારમાં અછત છે. તેમણે જણાવ્યું કે, લોકોના પ્રશ્નો ઉઠાવતા વિરોધને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાએ જિલ્લામાં ગેસ મુદ્દે રાજકીય ગરમાવો વધાર્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ વિરોધ પ્રદર્શનો જોવા મળે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં દરિયાકિનારે જન્નત જેવી મોજ, 3ડી વીડિયો:બાપૂના વતનમાં લેન્ડસ્કેપિંગ અને લાઈટિંગ, વિશ્રામ માટે ગઝેબો અને બીચ વોલીવોલનું આકર્ષણ; રતનપરમાં ‘જન્નત બીચ’નું ₹1.10 કરોડનું ટેન્ડર
    Next Article
    સોમનાથમાં રામ મંદિર ખાતે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી:ટ્રસ્ટ દ્વારા મહાપૂજા, આરતી, સુંદરકાંડ પાઠ સહિતના કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment