Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુરમાં પ્રથમવાર મહિલા ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉતરી:જિલ્લા પંચાયતની વહીવટી પાંખ ટુર્નામેન્ટનો કલેક્ટર ગાર્ગી જૈને પ્રારંભ કરાવ્યો

    16 hours ago

    છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા વહીવટી પાંખ વચ્ચે સૌહાર્દ અને ટીમ સ્પિરિટ વધારવાના હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત મહિલા ટીમો પણ મેદાનમાં ઉતરી છે. પ્રારંભ સમારોહ દરમિયાન જિલ્લા કલેક્ટરે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં, પરંતુ ટીમવર્ક, નેતૃત્વ અને સંકલનના ગુણો વિકસાવવા માટે પણ મહત્વપૂર્ણ છે. કલેક્ટરે ભાગ લેનાર તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિવિધ વહીવટી વિભાગોની ટીમો ભાગ લઈ રહી છે. ખાસ કરીને, પ્રથમ વખત વિવિધ વિભાગોની મહિલા ટીમો પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે, જે એક નોંધપાત્ર પહેલ છે. આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, ડીસીએફ રૂપક સોલંકી, એસીએફ ફતેસિંહ મીના, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જૈનમુનિ સામે સાધ્વીજી અને શ્રાવિકાઓના શોષણનો આક્ષેપ:સુરત પધારેલા જૈનમુનિના વિરોધમાં જૈન સમાજની મહિલાઓ રસ્તા પર ઉતરી, કહ્યું- 'આને સામાન્ય કપડા પહેરાવી પરત સંસારમાં મોકલી દો'
    Next Article
    મકાઈની આડમાં દારૂની હેરાફેરી, પંચમહાલ LCBએ પર્દાફાશ કર્યો:₹39 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment